- નર્મદા વિકાસ રાજયપ્રધાને સાવલી, ડેસર તાલુકાની મુલાકાત લીધી
- સામુહિક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને અપાતી સારવારની જાણકારી મેળવી
- જિલ્લાના 546 ગામમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ખાતે 5,749 બેડની સુવિધા ઉપલબ્ધ
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સુવિધા સાથે શરૂ કરાયેલા કોવિડ હોસ્પિટલ ખાતે નર્મદા વિકાસ રાજ્યપ્રધાન યોગેશ પટેલ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, આરોગ્ય અધિકારી, ડીડીઓ, ટીડીઓ સહિતની વહીવટી ટીમે શનિવારે મુલાકાત લીધી હતી. જ્યા સારવાર વ્યવસ્થા સહિત ની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. વડોદરા જિલ્લાના 546 ગામમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ખાતે 5,749 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત લીધી મુલાકાત
રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના સમયે અપનાવેલા અભિગમ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ પ્રધાનો ગ્રામ્ય વિસ્તારની સરકારી કોવિડ હોસ્પિટલમાં જઈ વ્યવસ્થાં નિરીક્ષણ કરી કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર સારી બને તે કરવાના આશયથી સાવલીની સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 18 વર્ષની ઉપરના તમામને કોરોના સામે રક્ષણ આપતી રસીકરણ પર ભાર આપતા રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો- વડોદરામાં નાની ઉંમરના બાળકો થયા કોરોના સંક્રમિત
જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે ધારાસભ્યએ રજુઆત કરી
સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારે રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલને સાવલીના તાલુકા મથકમાં આવેલા જમનોત્રી સામુહિક આરોગ્યકેન્દ્રની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટેની રાજ્ય સરકારને કરેલી માંગણીને પૂર્ણ કરાવવા રજૂઆત કરી હતી. પ્રધાન યોગેશ પટેલે એ આ માટે મુખ્યપ્રધાનનું ધ્યાન દોરવાનું આશ્વાસન આપ્યું હતું.