વડોદરાઃ લોકડાઉન 3માં રમઝાન માસની શરુઆત થઈ હતી. અને લોકડાઉન 4માં મળેલી છુટછાટ વચ્ચે આગામી સોમવારે ઈદની ઉજવણી થશે. શહેરમાં વસતા મુસ્લીમ બીરાદરોએ અત્યાર સુધી ઘરમાં જ રહીને નમાઝ અદા કરી છે. હવે રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર છે. મુસ્લીમ સમાજ માટે રમઝાન મહિનાની અંતિમ નમાઝનું મહત્વ ઘણું છે.
આમ શુક્રવાર,રવિવાર અને સોમવારે ઈદની ખાસ નમાઝ ઘરે જ પઢવાનો સંદેશ સમાજમાં પહોંચાડવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટી તથા DCP અચલ ત્યાગી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મુસ્લીમ સમાજના અગ્રણીઓ અને મૌલવીઓ સાથે મીટીંગ કરી હતી. ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ કંપાઉન્ડના મેદાનમાં આ મીટીંગ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે બોલાવાઇ હતી. અગ્રણીઓ અને મૌલવીઓએ પણ શુક્રવારે અને સોમવારે ઈદની ખાસ નમાઝ ઘરે રહીને જ પઢવા માટે સમાજને અપીલ કરી છે.