વડોદરા શહેરમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 એમ્બ્યુલન્સની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. પક્ષીઓના બચાવની તાત્કાલિક સુવિધા માટે 7 એમ્બ્યુલન્સની ફાળવણી પણ કરવામાં આવી છે. મકર સંક્રાંતિ 2023 ને લઇ વડોદરા શહેરમાં કરુણા અભિયાનના પ્રથમ દિવસે કરુણા ટીમે 19 ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી હતી. 20 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં કરુણા અબિયાન ચાલુ રહેશે. જેમાં હજારો અબોલા જીવોને જીવનદાન મળશે.
આ પણ વાંચો Makar Sankranti 2023: પક્ષી બચાવવા માટેનું કરુણા અભિયાન, 8000 સ્વયંસેવકો ખડેપગે
પશુ અને પક્ષીઓની આરોગ્ય સંજીવની કરુણા અભિયાનની સેવા એટલે 1962 પશુ હેલ્પલાઈન જે દિવસ રાત અબોલ પશુ અને પક્ષીઓની માટે ખડે પગે તહેનાત રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું કરુણા અભિયાન 2023 હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ દિવસેજ કરુણા ટીમે 19 ઘાયલ પક્ષીઓની સારવાર કરી નવજીવન નવજીવન આપ્યું છે.
ગત વર્ષે 477 અબોલા જીવોની સારવાર વડોદરામાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ નિમિતે ઘણાં પક્ષીઓની પતંગની દોરીથી ઘવાઈ જાય છે. જેમાં ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી વધુ હોય છે, ગતવર્ષની માહિતી અનુસાર કરુણા અભિયાન 2022 માં કુલ 477 પશુ અને પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો karuna abhiyan 2022: પાટણ ખાતે કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત 63 પક્ષીઓને સારવાર અપાઇ
શહેરમાં 7 એમ્બ્યુલન્સ કાર્યરત કરુણા અભિયાન-2023માં પણ વડોદરામાં કુલ 7 એમ્બ્યુલન્સ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ નિવેદન છે કે પતંગ ચડાવા માટે સવારે 10 વાગ્યા પછીનો અને સાંજે 6 વાગ્યાં પછી પતંગ ન ચગાવે તો સારું. કારણ કે આજ સમય હોય છે જયારે પક્ષીઓની પોતાના માળામાંથી જવા અને આવવાનો સમય હોય છે.
પ્રથમ દિવસે 19 અબોલા જીવોની સારવાર સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આવનાર 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન વડોદરામાં ુણ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાને પહેલા જ દિવસે 19 પક્ષીઓને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી છે.
આ પણ વાંચો Makar Sankranti 2023 : પશુ પક્ષી પ્રજાના ગળા કપાઈ એ પહેલા 108નો એક્શન પ્લાન
શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત વડોદરા શહેરમાં મકરપુરા, માંડવી ગેટ,સયાજી બાગ, બાળ ભવન, ફોરેસ્ટ કચેરી, કલાદર્શન ચાર રસ્તા અને હરિનગર ચાર રસ્તા ગોત્રી સહિત પાંચ ફરતા પશુ દવાખાના અને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ડો. ચિરાગ પરમાર, ડો. મેઘા પટેલ , ડો.બીજલ ત્રિવેદી, ડો.પાર્થ ગજ્જર , ડો. સતીશ પાટીદાર, ડો.પુષ્પેન્દ્ર પુવાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ અને તેમની ટીમ ભેગા મળીને કરુણા અભિયાનના પહેલા જ દિવસે 19 ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમના જીવ બચવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.