ETV Bharat / state

Makar Sankranti 2023 : ઉત્તરાયણને ધ્યાનમાં રાખી 108ના 218 જેટલા કર્મયોગીઓ તૈયાર - Makar Sankranti day 108 ambulances in Vadodara

વડોદાર શહેર જિલ્લામાં ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સના 218 જેટલા (Makar Sankranti 2023 in Vadodara) કર્મયોગીઓ તૈયાર કરવામાં આવ્યા છે. કારણ કે, ઉત્તરાયણના દિવસે તેમજ વાસી ઉત્તરાયણ દિવસે વધુ કોલ આવવાની શક્યાતાઓ સામે આવી હોય છે. (Vadodara 108 Ambulance Service uttarayan)

Makar Sankranti 2023 : ઉત્તરાયણને ધ્યાનમાં રાખી 108ના 218 જેટલા કર્મયોગીઓ તૈયાર

author img

By

Published : Jan 13, 2023, 6:16 PM IST

વડોદરા : ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવા માટે શહેર અને જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તરાયણના પર્વે સામાન્ય દિવસોની સાપેક્ષે 108ના ઇમર્જન્સી કોલમાં 32 ટકાનો વધારો થાય છે અને વાસી ઉત્તરાયણના દિવસે 24 ટકાનો વધારો થાય છે. તે બાબતને ધ્યાને રાખીને 108ના 218 જેટલા સ્ટાફને અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવાની સાથે સમયસર દવાખાને પહોંચાડવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ કોલ GVK-EMRIના તારણો એવું સૂચવે છે કે, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 3350 કોલ આવે છે. તેની સામે તારીખ 14મી ના રોજ ઉત્તરાયણ અને તારીખ 15મી ના રોજ વાસી ઉત્તરાયણમાં 32 ટકા જેટલો વધારો થાય છે. એટલે કે તારીખ 14મી ના દિવસે 32 ટકા અને તારીખ 15ના રોજ 24 ટકા વધુ ફોન આવે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પ્રતિદિન 181 જેટલા ઈમરજન્સી કોલ આવે છે. હવે ઉત્તરાયણના દિવસે આ ઇમર્જન્સી 274 સુધી પહોંચી જવાની સંભાવના છે. હાલમાં શહેરમાં 108ની એમ્બ્યુલન્સનો રિસ્પોન્ડ ટાઇમ 11 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં રિસ્પોન્ડ ટાઇમ 16 મિનિટ અને 32 સેકન્ડનો છે. આ પર્વમાં મહત્તમ કોલ સવારના 12 વાગ્યાથી સાંજના 9 વાગ્યા દરમિયાન મળે છે.

આ પણ વાંચો સફેદ રણમાં બોલીવૂડ પ્રમોશન, કાર્તિક આર્યન તારીખ 14મીના કચ્છના રણમાં પતંગ ઉડાડી કરશે ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન

108 એમ્બ્યુલન્સ તહેનાત પાછલા પર્વોના અનુભવોને ધ્યાને રાખીને ઉત્તરાયણ પર્વમાં એમ્બ્યુલન્સના સ્ટેન્ડ બાયના લોકેશનમાં બદલવા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની પેરફરીમાં કેટલીક વધુ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપથી પહોંચી શકાય. તેમજ 108 ના પ્રોજેક્ટ મેનેજર વિપીનભાઇ ભેટારિયાએ કહ્યું હતું.

આ પણ વાંચો Chinese Dori Ban in Rajkot : ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા રાજકોટ પોલીસનો અનોખો પ્રયોગ

વડોદરામાં કેટલી એમ્બ્યુલન્સ વડોદરા શહેરમાં 26 મળી જિલ્લામાં કુલ 43 એમ્બ્યુલન્સ છે. તેની સાથે 218 કર્મયોગીઓ કામ કરે છે. તેઓ ઉત્તરાયણ પર્વના આનંદ માણવાનું ત્યાગી લોક સેવા માટે ફરજ બજાવશે. આ વખતે વડોદરામાં વાહન ઉપરથી પડી જવાથી અને અન્ય રીતે પડી જવાથી ઘાયલ થવાના 55થી 60 કેસો આવવાની શક્યતાને ધ્યાને રાખીને ગોત્રી અને એસએસજી હોસ્પિટલ ખાતે વધારાના કર્મયોગીને ફરજ સોંપવામાં આવી છે. જેથી એમ્બ્યુલન્સનો ઓક્યુ પન્સી ટાઇમ ઘટાડી શકાય. આ વખતથી દોરીથી ઘાયલ થવાના કેસ અલગથી નોંધવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.