વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થઈ ચુકી છે. જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તારીખ 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલા વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને રિપિટ કરાશે કે નહીં તે અંગે અટકળોએ જોર પકડ્યું છે.
મારી ઈચ્છા ઓછી આજે મધુ શ્રીવાસ્તવને (Madhu Srivastava) જ્યારે ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવા અંગેનો સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું. મારી ઈચ્છા ઓછી છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા તેમને મળવા માટે મને બોલાવ્યા પણ નથી. અને હું ગયો પણ નથી હું ભાજપનો સેવક છું. અને રહેવાનો છું જો કે ત્યાર બાદ નિવેદન ફેરવી મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે દિવાળી અને દેવદિવાળી ગઈ મારી પત્ની બાજુમાં ઉભી હતી. તો મારી પત્નીને સારુ લગાડવા માટે બોલ્યો કે મારી વાઇફ ચૂંટણી લડશે. પરંતુ મીડિયાના મારફતે ખોટી રીતે ચાલી રહ્યું છે તે વખતે મને ખબર નહોતી કે મીડિયાના કેમેરા ચાલુ છે. આ વખતે ભાજપ સગા-વ્હાલઓને ટિકિટ આપવાના નથી. એટલે પત્નીને ટિકિટ અપાવવાનો વિષય પેદા થતો જ નથી. ચૂંટણી હું જ લડવાનો છું ભારતીય જનતા પાર્ટી પર મને વિશ્વાસ છે. હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિક બનીને લડતો આવ્યો છું અને લડતો રહીશ.
વાઘોડિયાની પ્રતિનિધિ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મારી પત્ની બે વખત તાલુકા પ્રમુખ બની બે વખત જિલ્લામાં ચૂંટાયેલી છે. 20 વર્ષ સુધી વાઘોડિયાની પ્રતિનિધિ રહી છે. એટલે મેં મસ્કરીમાં કીધું કે હું નય હોય તો મારી પત્ની લડે મારી પત્નીને લડાવું એવું કીધું છે. પણ હવે અમારી ભારતીય જાણતા પાર્ટીની અંદર સગાને ટિકિટ આપવાનું ના હોય અને કોઈ અંગતને આપવાનુંના હોય એટલે ભારતીય જનતા પાર્ટીમાં છુ. ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો અને પાર્ટીનો સેવક છુ. સેવક તરીકે જ રહેવાનો ટિકિટનો સવાલ જ નથી આવતો એ પાર્ટી નક્કી કરશે. પાર્ટીને જે સારું લાગેએ નક્કી પાર્ટીમાં છુ પાર્ટીમાં રહેવાનો.