ETV Bharat / state

25 મિનિટની મુસાફરી 5 મિનિટમાં, અટલબ્રિજ લોકાર્પણની તારીખ નક્કી - અટલ બ્રિજ ઉદ્ઘાટનની તારીખ

વડોદરામાં ગેંડા સર્કલથી લઇને મનીષા ચોકડી સુધી સૌથી લાંબો ઓવર બ્રિજ (Longest Fly Over bridge in Vadodara )બનાવવાની કામગીરી પૂર્ણ થઇ છે. 25 ડિસેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજનું (Genda Circle to Manisha Chowk Bridge Vadodara ) લોકાર્પણ (Inauguration by CM Bhupendra Patel )કરાશે. આ બ્રિજનું નામ અટલ બ્રિજ રાખવામાં આવ્યું છે.

25 મિનીટની મુસાફરી 5 મિનીટમાં થશે, અટલ બ્રિજ ઉદ્ઘાટનની તારીખ આવી ગઇ

author img

By

Published : Dec 22, 2022, 8:19 PM IST

25 ડિસેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ

વડોદરા વડોદરાના સૌથી મોટા બ્રિજ ( Longest Fly Over bridge in Vadodara )ના લોકાર્પણ અંગે વડોદરાના મેયર અને ધારાસભ્ય કેયૂર રોકડિયા(Mayor Keyur Rokadia ) એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગેંડા સર્કલથી લઇને મનીષા ચોકડી સુધીનો ફ્લાય ઓવર ((Genda Circle to Manisha Chowk Bridge Vadodara ) )તૈયાર છે. આ ફ્લાય ઓવરબ્રિજ સંભવત: રાજ્યનો સૌથી મોટો બ્રિજ છે. આ બ્રિજને અટલ બ્રિજ નામ સાથે જોડીને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ (Inauguration by CM Bhupendra Patel ) કરવામાં આવશે.

આ પણ વાંચો વડોદરામાં ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા આજવા રોડ પર બે નવા બ્રિજ બનશે

ટ્રાફિક જામની સમસ્યા નહીં નડે આ ફ્લાય ઓવર 3.5 કિમીનો છે. જેમાં 40 મીટરનો રીંગ રોડ છે. જ્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ટ્રાફિકના કારણે આ વિસ્તારમાં ગેંડા સર્કલથી લઇને મનીષા ચોકડી સુધી પહોંચવા માટે 25 મીનીટ જેટલો સમય લાગતો હતો. પરંતું ફ્લાય ઓવરના કારણે આ સમય માત્ર 5 મીનીટનો થઇ જશે. લોકોના સમયની સાથે ઇંધણની બચત થશે. ફ્લાય ઓવર પાસેથી રોજના 6 લાખ લોકો પસાર થતાં હતાં. છેલ્લા 10 મહિનામાં ફ્લાય ઓવરની કામગીરી ઝડપથી કરી દેવામાં આવી હતી. લોકોને હવે ટ્રાફિક જામની સમસ્યા નહીં નડે.

આ પણ વાંચો મ્યુનિસિપલ કમિશનરે સૌથી મોટા બની રહેલા ફ્લાય ઓવરબ્રિજની લીધી મુલાકાત અને કરી સમીક્ષા

પાર્કિંગની સુવિધાઓ કરવામાં આવી વધુમાં મેયર કેયૂર રોકડિયાએ ઉમેર્યું કે, ફ્લાય ઓવર નજીક અને ઉપર ગાર્ડનિંગ કરવામાં આવ્યું. ફ્લાય ઓવર નીચે પેવર બ્લોક નાંખવાની સાથે પાર્કિંગની સુવિધાઓ કરવામાં આવી છે. ફ્લાય ઓવર નીચે અનેકવિધ કલરોથી રંગરોગાન કરવામાં આવશે. ઉપરથી જતા વાહનો શરૂ થશે તે બાદ નીચે નાનુંમોટું કામ પૂરૂં કરી શકાશે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇના નામ પર બ્રિજનું નામ રખાયું છે જેનું ઉદ્ઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 ડિસેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યે યોજાશે.

ફ્લેગ ગાર્ડનનું પણ લોકાર્પણ મેયર કેયૂર રોકડિયાએ વધુમાં જણાવ્યું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે વડોદરાના ઐતિહાસિક હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડીંગ કોર્પોરેશનને હસ્તાંતરિત કરાશે. આ જગ્યાએ મ્યૂઝીયમ બને તેવા પ્રયાસો હાથ ધરાશે. તેની સાથે સમાના ફ્લેગ ગાર્ડનનું પણ લોકાર્પણ હાથ ધરવામાં આવશે. આ ગાર્ડનમાં 81 પ્રકારના વિવિધ છોડવા રોપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.