વડોદરા શહેરમાં 5 ડિસેમ્બરે ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી તંત્રએ (Election Commission of Gujarat) તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દીધી છે. અહીં કુલ 27,02,272 મતદારો ચૂંટણી માટે મતદાન કરશે. આ વખતે 1330 મતદાન મથકો (Vadodara Polling Station) પર મતદાનનું લાઈવ વેબકાસ્ટિંગ (Live webcasting of Vadodara Polling Station) કરવામાં આવશે.
કેટલા મતદાન મથકો જૂઓ શહેર જિલ્લાની 10 બેઠકો ઉપર પુરૂષ મતદારો 13,31,174, મહિલા મતદારો 12,70,875 અને અન્ય 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે. જિલ્લામાં સાવલી વિધાનસભા બેઠક પર 273, વાઘોડિયામાં 288, ડભોઈમાં 270, વડોદરા (શહેર)માં 262, સયાજીગંજમાં 261, અકોટામાં 246, રાવપુરામાં 281, માંજલપુરમાં 217, પાદરામાં 246 અને કરજણમાં 246 સહિત કુલ 2590 મતદાન મથકો (Vadodara Polling Station) ઊભા કરવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારીએ આપી માહિતી વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાય તેમજ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર જિલ્લાના કુલ 1330 મતદાન મથકો (Vadodara Polling Station) ઉપર મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું.
1330 મતદાન મથક પર લાઈવ વેબ કાસ્ટીંગ સાવલી વિધાનસભા બેઠક (Savli assembly seat) પર 137, વાઘોડિયામાં 152, ડભોઈમાં 135, વડોદરા (શહેર)માં 131, સયાજીગંજમાં 130, અકોટામાં 128, રાવપુરામાં 159, માંજલપુરમાં 112, પાદરામાં 123 અને કરજણમાં 123 સહિત કુલ 1330 મતદાન મથકો (Vadodara Polling Station) ઉપર લાઈવ વેબ કાસ્ટીંગ (Live webcasting of Vadodara Polling Station) કરવામાં આવશે.
70 વિશેષ મતદાન મથક જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું કે, શહેર જિલ્લામાં વિધાનસભા 7 બેઠકદીઠ લેખે 70 સખી મતદાન મથકો (Vadodara Polling Station) ઊભા કરવામાં આવશે. તેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. શહેર જિલ્લામાં કુલ 10 આદર્શ મતદાન મથકો, 10 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 10 ગ્રીન મતદાન મથકો ઊભા કરવામાં આવશે. સયાજીગંજ વિધાનસભા મત વિભાગમાં એક યુવા મતદાન મથક ઊભું કરવામાં આવશે. તેનું સંચાલન 18થી 29 વર્ષના યુવા અધિકારી કર્મીઓ દ્વારા કરવામાં આવશે.