ETV Bharat / state

વડોદરા હાલોલ હાઈવે પર રસ્તો ઓળંગતી વખતે દિપડાનું મોત - વડોદરા હાલોલ હાઈવે

જંગલના પ્રાણીઓની સુરક્ષા ફોરેસ્ટ વિભાગના માથે છે પરંતુ પંચમહાલના જંગલોમાં વસવાટ કરતા દિપડા અનેક વખત રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જંગલ વિસ્તારથી દૂર આવેલા રહેણાંક વિસ્તારમાં દિપડો પહોંચ્યો હતો. હાલોલ – વડોદરા રોડ પર રાત્રિના સમયે વાહનની ટક્કરે દિપડાનું મોત નિપજતા મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળા એકત્ર થતાં ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

વડોદરા હાલોલ હાઈવે પર રસ્તો ઓળંગતી વખતે દિપડાનું મોત

author img

By

Published : Jun 20, 2021, 2:50 PM IST

  • રસ્તો ઓળંગતી વખતે દિપડાનું વાહનની ટક્કરે મોત
  • જંગલ વિસ્તારથી દૂર રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે પ્રાણીઓ
  • ફોરેસ્ટ વિભાગની બેદરકારીથી અનેક દિપડાઓએ જીવ ગુમાવ્યા

વડોદરા : પંચમહાલના જંગલોમાં મોટી સંખ્યામાં દિપડા, રીંછ સહિત અનેક પ્રાણી વસવાટ કરી રહ્યાં છે. જંગલમાં માનવી વસ્તી વચ્ચે વસવાટ કરતા પ્રાણીઓ અનેક વખત ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. જેથી કેટલીક વખત આદમખોર દિપડાએ મનુષ્યો પર હુમલો કર્યા હોવાના કિસ્સા આપણે સાંભળ્યા અને જોયા છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ હોય તેમ જંગલમાં વસવાટ કરતા દિપડા હવે રહેણાક વિસ્તારો સુધી પહોંચી ગયા હોવાનું અને ભારદારી વાહનની અડફેટે આવીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

નર્મદા મુખ્ય કેનાલ પાસે સર્જાયો અકસ્માત

હાલોલથી વડોદરા તરફ જવાના રસ્તે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. કેનાલ નજીક અંધારામાં દિપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે પૂરઝડપે આવી રહેલા વાહનની ટક્કરે દિપડો આવી જતા હવામાં ફંગોળાઇ જમીન પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં દિપડાનુ મોત નિપજતા હાઇવે પરથી પસાર થતાં વાહનો ચાલકો અને આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારાવન વિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.