ETV Bharat / state

કારવણ ગામના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર LCBએ દરોડો પાડ્યો - Noted a countable offense of gambling

કારવણ ગામના માછી ફળિયામાં ચાલતા જુગારધામ પર વડોદરા ગ્રામ્ય L.C.B. પોલીસે દરોડો પાડીને જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

L.C.B. પકડેલા જુગારી
L.C.B. પકડેલા જુગારી
author img

By

Published : Feb 4, 2021, 10:56 PM IST

  • કારવણમાં ચાલતા જુગારધામ પર L.C.B.એ દરોડો પાડ્યો
  • મકાનમાલિક સહિત 7 જુગરિયાઓ ઝડપાયા
  • પોલીસે 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો
    જુગારમાં કબ્જે કરાયેલ મુદ્દામાલ
    જુગારમાં કબ્જે કરાયેલ મુદ્દામાલ

વડોદરા : જીલ્લાના કારવણ ગામના માછી ફળિયામાં રહેતા કાંતિભાઈ વસાવા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હતો. આ વાતની ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય L.C.B. પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોતે મકાનમાલિક કાંતિભાઈ વસાવા સહિત કુલ સાત ઈસમો જુગાર રમતાં ઝડપાયા હતા. L.C.B. સાતેય જુગરિયાઓની ધરપકડ કરી ડભોઇ પોલીસ મથકમાં જુગારનો ગણનાપાત્ર ગુનો નોંધ્યો હતો.

જુગારના સાધનો તથા સગવડો પુરી પાડતા
વડોદરા ગ્રામ્ય L.C.B.પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, કારવણ ગામના માછી ફળિયામાં રહેતો કાંતિભાઈ વસાવા આર્થિક ફાયદા માટે પોતાના જ મકાનમાં જુગારનો અખાડો ચલાવતો છે. પોતાના જ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી તેઓને જુગારના સાધનો તથા સગવડો પુરી પાડી વલણ મેળવી જુગારનો અખાડો ચલાવે છે.

કુલ રૂપિયા 2,30,560ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો

બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે રેડ કરતાં કાંતિ વસાવા, રમેશ ઉર્ફે બકો રાઠોડિયા, નવીનગરી, વસંત પટેલ, શૈલેષ પટેલ, સુભાષ પટેલ, દિનેશ વસાવા અને પ્રહલાદ ફૂલજી જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આ તમામ આરોપી પાસેથી રોકડા રૂપિયા 29,560 તથા મોબાઈલ નંગ 6ના રૂપિયા 41,000, વાહન નંગ 3ના 1,60,000 મળી કુલ રૂપિયા 2,30,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્બ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.