ETV Bharat / state

Vadodara News: શિનોર પોલીસ સ્ટેશનની હદ માંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો

author img

By

Published : Jul 22, 2023, 11:57 AM IST

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છતાં પણ ગુજરાતમાં જ મોટા પ્રમાણમાં વેપલો કરતા વેપારીઓ દિવસે દિવસે ગેરરીતિ કરતાં ઈસમો નવાનવા નુંસખાઓ અપનાવે છે. તેવી જ રીતે એક ટ્રકમાં પશુ દાનની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો રૂપિયા 30.33 લાખની કિંમતનો દારૂનો જથ્થો શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. 525 પેટી દારૂ, પશુ દાન, ટ્રક મળી કુલ રૂપિયા 46 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો અને ટ્રક ચાલક સહિત બે વ્યકિતીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર.

Vadodara News: વડોદરાના શિનોર પોલીસ સ્ટેશનની હદ માંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો

વડોદરા: પોલીસને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવી દીધી પ્રાપ્ત માહિતી મુજબ શિનોર પોલીસ સ્ટેશનની હદ માંથી મોટી માત્રામાં દારૂ નો જથ્થો ભરી એક ટ્રક પસાર થનાર છે. ત્યારે શિનોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.આર. મહિડાને માહિતી મળી હતી કે, દારૂ ભરેલી એક ટ્રક જે જુનાગઢ ના કેશોદ લઈ જવા માટે સેગવા ચોકડીથી સાધલી પાસેથી પસાર થનાર છે. જે બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવી સેગવાથી સાધલી વચ્ચે પોલીસની વોચ ગોઠવી દીધી હતી.

" જૂનાગઢના કેશોદ પાસે આ મોટી માત્રામાં ભરતી બનાવટના વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાનો હતો.જેના આધારે શિનોર તાલુકાના પોલીસ સ્ટેશનની હદમાં વોચ ગોઠવી દેતા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો .જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે"-- એ.આર. મહિડા (પી.એસ.આઇ.)

525 પેટી દારૂ મળી: જે દરમિયાન અવાખલ તરફ જવાના રસ્તા ઉપર એક શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને કોડૅન કરી તેની તેની તલાસી લેતાં પશુદાન અને કુસ્કી ભરેલા કોથળાની આડમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જણાઈ આવ્યો હતો. ડિલિવરી માટે કેશોદ પહોંચી ફોન કરવાનો હતો.પોલીસે ઝડપેલ ટ્રક માં પ્રાથમિક તબક્કે પશુ દાન અને કુસ્કી ભરેલા કોથળા જણાઇ આવ્યા હતા. દરમિયાન પોલીસે ટ્રકમાં વધુ તપાસ કરતા તેમાંથી 525 પેટી દારૂ મળી આવ્યો હતો.

12,504 નંગ બોટલો: પોલીસે ટ્રક ચાલક સગીરખાન ઉર્ફે મુન્નો બાબુખાન પઠાણ (રહે. અમજેરા, જિ. ધાર, મધ્યપ્રદેશ) અને બબલુ અમરતલાલ ભંડોર (રહે. અમજેરા, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરી હતી. પોલીસે ટ્રક ચાલકની કરેલી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો જૂનાગઢના કેશોદમાં લઇ જવાનો હતો અને કેશોદ જઇને ફોન કરવાનો હતો. શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદઝડપાયેલ ટ્રક ની તલાસી લેતા દારૂની પેટીઓ ખાલી કરી ગણતરી કરતા 12,504 નંગ બોટલો મળી આવી હતી.

ભારતીય બનાવટનો દારૂ: પોલીસે રૂપિયા 30,33,600ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ કબજે કરવા સાથે ટ્રકમાંથી રૂપિયા 64,300ની કિંમતનું 173 બેગમાં ભરેલું પશુ દાન, કુસ્કી, મોબાઇલ ફોન અને ટ્રક મળી કુલ રૂપિયા 46,09,630નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સગીરખાન ઉર્ફે મુન્નો પઠાણ અને બબલુ ભંડોર ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા નૌશાદખાન શૌકતખાન (રહે. આમવાલા માર્ગ, ઇન્દોર), લડ્ડુ (રહે. વાપી, સેલવાસ) અને દારૂ મંગાવનાર જૂનાગઢના કેશોદની અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.

  1. Vadodara News : વડોદરામાં 200 વર્ષ જૂની હવેલીને લઈ વિવાદ, બિન હિન્દુને મિલકત વેચવી નહીં તેવા પોસ્ટર લાગ્યા
  2. Vadodara News : વડોદરામાં પાણીપુરી બનાવાતા સ્થળ પરથી 200 કિલો અખાદ્ય જથ્થાનો તંત્રએ નાશ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.