ETV Bharat / state

શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાઇ - ગુજરાત ન્યૂઝ

વડોદરા શહેર સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. હાલ શહેર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની ભારે અછત સામે આવી રહી છે. માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી.

Corona News in Vadodara
Corona News in Vadodara
author img

By

Published : May 1, 2021, 4:06 PM IST

  • માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછત સામે આવી
  • અત્યાર સુધીમાં 4 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કર્યા
  • ICUમાં દાખલ અન્ય દર્દીઓને પણ બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે

વડોદરા: શહેર સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. હાલ શહેર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની ભારે અછત સામે આવી રહી છે. માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. તમામ દર્દીઓ ICUમાં સારવાર હેઠળ હતા. વડોદરામાં બેડની સુવિધા માટે પોતાની પીઠ થપથપાવતું તંત્ર શું ઓક્સિજનની અવ્યવસ્થાની જવાબદારી લેશે ?

શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાઇ

ડૉક્ટર દર્દીને આવી સ્થિતીમાં જોઇને પોતાના આંસુ રોકી શક્યા નહીં

વડોદરામાં ઓક્સિજનના અભાવે ઇમરજન્સી જેવી સ્થિતી સર્જાઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ઓક્સિજનની માગ સામે ઓછો પુરવઠો મળી રહ્યાની બુમો ઉઠી રહી છે. તેવા સમયે આજે શનિવારે શહેરના માણેજા વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ખુટી પડે અને દર્દીઓના જીવ જોખમમાં મૂકાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. જેને પગલે હોસ્પિટલના ડૉક્ટરોએ દર્દીઓને સરકારી મેડીકલ સુવિધામાં હાઇ ફ્લો ઓક્સિજન મળી રહે તેવી જગ્યાએ શિફ્ટ કરવા મજબૂર બન્યા હતા. હોસ્પિટલના ICUમાં સારવાર લઇ રહેલા દર્દીઓ શીફ્ટ કરતી વેળાએ રડી રહ્યા હતા. જ્યારે ડૉક્ટર દર્દીને આવી સ્થિતીમાં જોઇને પોતાના આંસુ રોકી શક્યા ન હતા.

આ પણ વાંચો : વડોદરામાં ઓક્સિજન અછત મામલે SSG હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે પત્રકારો સાથે કરી વાતચીત

ઓક્સિજનના અભાવે અન્યત્ર શીફ્ટ થતી વખતે દર્દીઓ રડી રહ્યા હતા

શ્રીજી હોસ્પિટલના ડૉ. ઉપેશ પરમારે જણાવ્યું હતુ કે, સવારથી અમે ઓક્સિજનનો જથ્થો મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ મેળવી શકાયો નથી. ઓક્સિજનનો જથ્થો આવતીકાલ રવિવાર સુધીમાં મળશે કે કેમ તે અંગે પ્રશ્ન છે. હાલ અમારી હોસ્પિટલમાં 30થી વધુ દર્દીઓ ICUમાં સારવાર લઇ રહ્યા છે. તેમાંથી ઓક્સિજનની વધારે જરૂરિયાતવાળા દર્દીઓને સરકારી દવાખાનામાં ઓક્સિજનને અભાવે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અમારી હોસ્પિટલમાં પ્રથમ વખત ઓક્સિજનના અભાવે દર્દીઓને અન્યત્ર શીફ્ટ કરવાની નોબત આવી છે. શીફ્ટ થતી વખતે દર્દીઓ રડી રહ્યા હતા, પરંતુ આ વખતે અમે લાચાર છીએ. હું ખુબ જ દિલગીરી અનુભવી રહ્યો છું.

આ પણ વાંચો : વડોદરાને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવા ધારાસભ્યોની મુખ્યપ્રધાન પાસે માંગ

નેતાઓ માત્ર મિટીંગ અને રજૂઆત કરીને માત્ર આશ્વાસન આપી રહ્યા છે

શહેરમાં ચૂંટાયેલા નેતાઓ માત્ર મિટીંગ અને રજૂઆત કરીને ઓક્સિજન સહિતની ચીજવસ્તુઓ મળશે તેવા આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ હવે ઓક્સિજનના અભાવે લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. તેવા સમયે કોઇ પણ પ્રતિનિધી શહેરને ઓક્સિજન જરૂરિયાત પ્રમાણે મળશે, તે સુનિશ્ચિત કરાવી શકે તેમ નથી. હોસ્પિટલના બેડ વધારતા સમયે પોતાની વાહવાહી કરતા અને કરાવતા નેતાઓ ઓક્સિજનના અભાવે સર્જાયેલી કટોકટીભરી સ્થિતીમાં જો કોઇનો જીવ જાય તો કોણ જવાબદારી લેશે ? શહેરમાં ઓક્સિજનના આભાવે સર્જાયેલી સ્થિતી માટે જવાબદાર કોણ ? આજે દર્દીના સગાના મનમાં આ પ્રકારના સવાલો ઉદ્ભવવા સ્વભાવિક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.