વડોદરા: મા અંબાજી ભક્તીના દિવસો એટલે નવરાત્રી. ભક્તો માં અંબાજી પૂજા-અર્ચના અને ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારે ગરબા રમવા પર પાબંદી લગાવી છે, ત્યારે વડોદરાના જ્યોતિષ આચાર્ય સત્યમ જોશીએ ETV BHARAT સાથે ખાસ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ.
ચિત્રા નક્ષત્રથી નવરાત્રિની શરૂઆત
આ વર્ષની નવરાત્રિની શરૂઆત ચિત્રા નક્ષત્રથી થાય છે. આ ઉપરાંત ઘટ સ્થાપના દેવીની ઉપાસના કરવા માટે સવારના 7થી 11 વાગ્યા સુધીનું મુહૂર્ત ખૂબ શુભ છે. દેવીની ઉપાસના આ કળિયુગમાં ખૂબ ફળદાયી છે.
નવચંડી પાઠનું વિશેષ મહત્વ
નવરાત્રિના 9 દિવસ નવ દેવીઓનું સ્મરણ, પૂજન, અર્ચન કરવું જોઈએ. નવરાત્રિના આ 9 દિવસ નવચંડી પાઠનું પણ વિશેષ મહત્વ છે. આ ચંડીપાઠ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ પણ થાય છે. નવચંડી પાઠ સાથે માતાજીને લાલ પુષ્પ ચડાવી 99 મંત્રનો જાપ કરવો જોઈએ. આ કરવાથી મનુષ્યને રાહુ, શનિ, ચંદ્ર અને મંગળ ગ્રહ દોષ દૂર થાય છે.
ઐ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચેનો જાપ કરવો
ઐ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચે મંત્રનો યથાશક્તિ ધીરજપૂર્વક જાપ કરવાથી ફાયદો થાય છે. આ મંત્રનો 1008 જાપ કરવાથી ગ્રહોના અનિષ્ટ ફળમાંથી રાહત મળે છે.