વડોદરા: સાવલી મંજુસર જીઆઇડીસીમાં આવેલ થેન્ક્સ કંપનીમાંથી લોખંડ ભરી એક ટ્રેલર જીઆઇડીસીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યું હતું. જેમાં મંજુસર જીઆઇડીસીમાં આવેલ થર્મેક્સ કંપનીમાંથી લોખંડની એંગલો ભરીને ટેમ્પો નીકળ્યો હતો. જેમાં એંગલોને બાંધેલો બેલ્ટ અચાનક તૂટી જતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતના કારણે સાઈડ ઉપર થી પસાર થતા બાઈક ચાલક ઉપર બેલ્ટ તૂટી જતા અકસ્માત સર્જાયો હતો.
ગતરાત્રિના સમયે મંજુસર જીઆઇડીસી માંથી નીકળેલી ટ્રેલરમાં લોખંડની પાઇપો ભરી રહેલા હતા. અચાનક તે બાંધેલો બિલ્ટ તૂટી જતા સાઇડ ઉપર નો ખતરો નીચે પડતાં પસાર થઈ રહેલા એક બાઇક ચાલક ઉપર પડતા તેનું ઘટના સ્થળે મોત અને ગયો હતો. આ અંગેની ફરિયાદ નોંધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે--પી.આ.ઈ ચૌધરી (મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ)
ઘટના સ્થળે મોત: વડોદરા સાવલી મંજુસર પાસે આવેલ જીઆઇડીસીમાં થર્મેક્સ કંપની માંથી લોખંડની એંગલો ભરીને નીકળેલ ટેલર જે ટ્રેલરમાં લોખંડની એંગલોને પ્રિન્ટથી બાંધી લઈ જવાય રહી હતી. પરંતુ તે સમય દરમિયાન આ ટ્રેલરમાંથી એક એંગલ તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલક દિનેશભાઈ રબારી જેઓ ઉપર પડી હતી. આ લોખંડની એંગલ પડતા દિનેશભાઈ રબારીનું ઘટના સ્થળે કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Surat Accident: કવાસ બ્રિજ ઉપર અકસ્માત ડ્રાઇવરના કમરેથી કટકા થઈ ગયા
એકત્રિત થઈ રામધૂન: આ સમગ્ર ઘટના બનતા સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર મામલો બિચક્યો હતો. એટલું જ નહીં પરંતુ સ્થાનિક રહીશોએ રામધૂન બોલાવી વળતરની માગણી કરી હતી. વહીવટી તંત્ર સાથે વળતરની માગણી કરવામાં આવી હતી. કંપનીમાંથી ભરાયેલા ટેમ્પામાં આ સેફટી વગર લઈ જવા તો સામાનનો ભોગ આમ જનતા બનવું પડ્યું હતું.
સમગ્ર મામલો થાળે પડ્યો: આ સમગ્ર ઘટનાની જાણ મંજુસર પોલીસને થતાં તાત્કાલિક પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક સાઈડનો રસ્તો બંધ કરી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. તેમજ સમગ્ર મામલો થાળે પાડયો હતો. પોલીસના જવાનોએ આ બનાવ અંગે જરૂરી આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.