મળતી માહિતી મુજબ રાજ્યના આરોગ્ય વિભાગની આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરીમાંથી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને પત્ર દ્વારા વડોદરા કોર્પોરેશન દ્વારા કેટલાક મહિનાઓથી આજવા સરોવરનું ફિલ્ટર કર્યા વગરનું પીવાનું પાણી વડોદરા શહેરના નગરજનોને અપાતા એકાએક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હતો.શહેરના કેટલાક વિસ્તારોમાં ડહોળું અને ખરાબ વાસ મારતું પાણી અપાઇ રહ્યું હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
જોકે આ સમગ્ર મામલે કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને સમગ્ર બાબતે તપાસ કરીને રિપોર્ટ મોકલી આપવા સૂચના આપવામાં આવી છે અને આ ઉપરાંત શહેરના રોગચાળા ગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવું તેમજ પાણીના લાઈનમાં લીકેજ શોધી કાઢીને તાકીદે રીપેર કરાવવા અને જરૂર પડે તો ઓપીડી ચલાવવી અને દર્દીને વધારે તકલીફ થાય તો હોસ્પિટલમાં રિફર કરવાની પણ આ પત્ર દ્વારા સૂચના અપવામાં આવી છે.અત્રે ઉલ્લેખનિય છે કે શહેરમાં વકરેલા રોગચાળા અને દુષિત પાણીને પગલે એક પ્રૌઢનું મૃત્યુ પણ થયું હતું.