'સુજલામ સુફલામ જળસંચય અભિયાન 2019' હેઠળ આ તળાવમાંથી 45,510 ઘનમીટર માટી અને કાંપનું ખોદકામ કરીને તેની જળભંડારણ ક્ષમતામાં 16.07 MCFTનો વધારો શક્ય બન્યો છે. તાજેતરના વરસાદ પછી આ ઉંડા કરાયેલા વિસ્તારમાં પાણીનો આવરો ચાલુ થયો છે. રાજ્ય સરકારના સિંચાઇ વિભાગે ખાતાકીય કામ તરીકે જળસંગ્રહ ક્ષમતા વધારતું આ કામ હાથ ધર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ તળાવનો મુખ્ય જળસ્ત્રોત જોજવા આડબંધ છે. જેને સંલગ્ન કેનાલ વ્યવસ્થા દ્વારા વઢવાણાને પાણીથી ભરવામાં આવે છે. આ ઉપરાંત નર્મદા નીરથી પણ તેને ભરવામાં આવે છે. ગત વર્ષમાં ઓછા વરસાદને પગલે પાણીની તંગી રહેવા પામી હતી. આંકરા ઉનાળાના પગલે મે મહિનામાં આ તળાવ લગભગ સૂકાઇ ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં ઓરસંગમાં બે વાર ઘોડાપૂર આવતા અને પ્રારંભિક સારા વરસાદને પગલે જળાશય ફરીથી પાણીથી ભરાયું છે. જેની ઉંડાઇ વધારવામાં આવી છે. આ ક્ષેત્રમાં પાણી ભરાવાનું ચાલું થયું છે.
ઉંડાઇ વધારવા માટે ખોદવામાં આવેલી કાંપયુક્ત ફળદ્રુપ માટી જરૂરતવાળા ખેડૂતોએ ખેતરોમાં પાથરી છે. જે વધારાની માટીનો ઉપયોગ તળાવના પાળાના મજબૂતીકરણ માટે કરવામાં આવ્યો છે. વઢવાણા જળાશય કાદવીયો વિસ્તાર ધરાવે છે. જેના લીધે શિયાળામાં દેશ-વિદેશના હજારો પક્ષીઓ આ વડોદરા જિલ્લાના નળ સરોવરમાં વિસામો કરે છે.