- મુસ્લિમ બિરાદરોને તેમના પવિત્ર તહેવાર ઇદે મિલાદુન્નબીની ઉજવણી
- વડોદરામાં ઇદે મિલાદુન્નબીના તહેવારમાં જુલુસો નીકળ્યા
- લોકોએ માસ્ક અને કોરોના નિયમોના ધજાગરા ઉડાવ્યા
વડોદરાઃ ઇદના પર્વ નિમિત્તે વહેલી સવારે ધમધડાકા સાથે ફટાકડા ફોડી આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી સાથે વિવિધ મસ્જિદોમાં બાલ મુબારકની વિધિ થઈ હતી.કોરોના મહામારીની ગતિ મંદ થતા સરકારે તાજેતરમાં કોવિડ-19 ના નિયંત્રનો હળવા કર્યા હતા. જેમા ગણેશોત્સવ અને નવરાત્રિની ઉજવણી સરકારી ગાઇડ લાઇન મુજબ કરવામાં આવી છે. તેવી જ રીતે સરકારી ગાઇડ લાઇન મુજબ કેટલાક નીતિ નિયમોના આધારે મુસ્લિમ બિરાદરોને તેમના પવિત્ર તહેવાર ઇદે મિલાદુન્નબીની ઉજવણીની કરવાની મંજૂરી અપાતા મુસ્લિમ સમાજમાં ખુશી જોવા મળી હતી.
બે વર્ષથી કોઈ પણ ધર્મના ધાર્મિક પ્રસંગો ઉજવાયા નથી
જો કે છેલ્લા બે વર્ષથી કોઈ પણ ધર્મના ધાર્મિક પ્રસંગો ઉજવાયા નથી. મુસ્લીમ સમાજ અગ્રણીઓએ કોવીડ ગાઇડ લાઇનની ખાતરી અપાતા ઉજવણીની મંજુરી અપાઈ હતી. જેથી આજે ઇદે મિલાદુન્નબીના પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં ધાર્મિક જુલુસો સોશ્યિલ ડિસ્ટન્સની જાળવણી સાથે નીકળ્યા હતા. કેટલાક વિસ્તારમાં ફટાડકડાના ધુમધડાકાથી તહેવારની ઉજવણી કરાઈ હતી. શહેરની વિવિધ નાની મોટી મસ્જિદોમાં બાલ મુબારક જીરત યોજાતા મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ ઇદે મિલાદુન્નબી નિમિતે શહેરમાં અનેક જુલુસો નીંકળ્યા હતા. જેમાં અનેક લોકો માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્ટના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.
કોરોના ગાઈડલાઈનના નિયમો નેવે મુકાયા
ઉલ્લેખનીય છે કે, લોકો તહેવારોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તેની જવાબદારી પોલીસ વિભાગની હોય છે. પરંતુ આજે બંદોબસ્તમાં રહેલ પોલીસકર્મીઓ હોય કે અધિકારીઓ હોય તેઓએ પણ જાણે કોરોના વાયરસ ફેલાવવા બદલ લોકોને બિરદાવતા હોય તેમ પોતે પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.જેમાં એસી પી રાજગોરનો પણ સમાવેશ થાય છે. જ્યારે દંડ કરતી પોલીસ જ વગર માસ્કે હોય તે જોઈ સૌએ પણ કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા.
આ પણ વાંચોઃ અરવલ્લીમાં ઇદેમિલાદુન્નબીની ઉજવણી કરાઈ
આ પણ વાંચોઃ દિવાળીને લઈને રેલ્વે વિભાગનો નિર્ણય, અમદાવાદ-કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે