વડોદરા: રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમયથી રેલવે સ્ટેશનના મુસાફરોનો માલસામાન અને માલગાડીના માલસામાનનું વહન કરતા પરિશ્રમી કુલીઓની રોજગારી બંધ છે.
કુલીઓ કાગડોળે રેલવે ચાલુ થવાની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે રેલવે ચાલે તો તેમને રોજગાર મળી રહે, પરંતુ લોક ડાઉનના કપરા સમયમાં આસ્વમાની શ્રમિકોની વિપદા સમજીને પોલીસ કમિશનર તેમજ જિલ્લા દિશાસૂચનથી તંત્રે ફૂડ કમિટીના માધ્યમથી કુલીઓને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવશે.
જેના ભાગરૂપે રેલવે સ્ટેશન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વહીવટી તંત્રની શુભકામનાના પ્રતિક રૂપે 5 કુલીને અનાજની કીટનું વિતરણ કર્યુ હતું. ફૂડ કમિટી દ્વારા 2 દિવસમાં તમામ લાભાર્થીઓને બાકીની 175 કીટનું વિતરણ કરવામાં આવશે.