ETV Bharat / state

વડોદરામાં કેમિકલની ટ્રકમાં દારૂ લાવતા 2 આરોપી ઝડપાયા - કોવિડ ટેસ્ટ

વડોદરા ગુના શોધક શાખાએ બુટલેગરો સામે લાલ આંખ કરી છે. આ શાખાએ કેમિકલની આડમાં સંતાડીને લાવવામાં આવતા દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. આ સાથે જ 2 આરોપીની ધરપકડ પણ કરી છે. જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

વડોદરામાં કેમિકલની ટ્રકમાં દારૂ લાવતા 2 આરોપી ઝડપાયા

author img

By

Published : Dec 1, 2020, 1:55 PM IST

  • વડોદરા ગુના શોધક શાખાની બુટલેગરો સામે લાલ આંખ
  • કેમિકલની આડમાં સંતાડી લવાતો વિદેશી શરાબના જથ્થા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
  • 2 ઈસમોની ધરપકડ કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા

વડોદરાઃ ગુના શોધક શાખાની ટીમે ચોક્કસ માહિતીને આધારે વડોદરાના દાંડિયા બજાર શનિદેવ મંદિર નજીક કેમિકલની આડમાં સંતાડી લાવવામાં આવી રહેલો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે 2 ઈસમોની ધરપકડ કરી હતી. જ્યારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી રૂપિયા 26,91,212નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કોવિડ ટેસ્ટ કરાયા બાદ નેગેટિવ આવતા કોર્ટમાં હાજર કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

શહેરમાં રોકટોક વગર ઠેરઠેર દારૂની હાટડીઓ મંડાઈ ગઈ છે ત્યારે કેટલાક બુટલેગરો છુપી રીતે દારૂ ઘુસાડવા માટેના નવા નવા પેંતરા અજમાવી રહ્યા છે. ત્યારે સેટિંગ વગરના આવા બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં કેમિકલનો જથ્થો ભરીને આવતી એક ટ્રકમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાથી ગુનાશોધક શાખાને બાતમી મળી હતી. આથી દાંડીયા બજાર શનિદેવના મંદિર નજીક ટ્રકને રોકી 26.91 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરામાં કેમિકલની ટ્રકમાં દારૂ લાવતા 2 આરોપી ઝડપાયા
વડોદરામાં કેમિકલની ટ્રકમાં દારૂ લાવતા 2 આરોપી ઝડપાયા

પોલીસે 42,140ની કિંમતની દારૂની 164 બોટલ અને 21.48 લાખના કેમિકલના ડ્રમ, 5 લાખની ટ્રક સાથે ખોડિયારનગર વુડાના મકાનમાં રહેતા કિરણ ઈન્દ્રવદન શાહ અને મકરપુરા વ્રજધામ સોસાયટીમાં રહેતા જયેશ ભરતભાઈ શર્માની ધરપકડ કરી સલાટવાડાના રાજેશ યાદવ અને હરણી રોડ, વાયરલેસ પાર્કમાં રહેતા સંતોષ મોહીતને વોન્ટેડ જાહેર કર્યા છે. ચાર સામે રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી રાવપુરા પોલીસે બંને આરોપીના કોરોનાં ટેસ્ટ કરાવતા નેગેટિવ આવતાં તેમની ધરપકડ કરી સોમવારે બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતાં અદાલતે બંન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.