- વડોદરામાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓમાં વધારો
- દિવસ દરમિયાન 10 દર્દીઓની બાયોપ્સી કરાઇ
- SSGમાં કુલ 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી
વડોદરા : SSG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ વધુ 11 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 191 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદના LG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શનની અછત
18 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરાઇ
સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 તથા 18 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. 2 દર્દીઓની સર્જરી કરી આંખો કાઢી નાખવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસીસના કારણે SSG હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : બ્લેક અને વ્હાઈટ ફંગસથી સંક્રમિત થયેલા યુવાનની કરાઈ સફળ સર્જરી
5 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા
મ્યુકોરમાઈકોસીસના દર્દીઓનો કુલ આંક 266 ઉપર પહોંચ્યો
શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓનો કુલ આંક 266 ઉપર પહોંચ્યો હતો.