- ફી રિફંડ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ આક્રોશ
- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનીમાં બે વખત એડમિશન ફી લેવાઇ
- એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીના રિફંડમાં
વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થિનીએ બે વખત એડમિશન ફી ભરી હતી. એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીના રિફંડ માટે ધક્કા ખાવાનો વારો આવતાં વાલીએ ફી રિફંડ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.
ફી રિફંડ મામલે વાલીઓમાં આક્રોશ
વડોદરા નજીકના પાદરામા રહેતા અને છૂટક ધંધો કરીને ગુજરાન ચલાવતાં હેમંત ભાઈ કાછીયાની પુત્રી હિરલ ધોરણ 12 પાસ કર્યા બાદ એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. હેમંતભાઈએ પાદરા શાખાની બેંક ઓફ બરોડા દ્વારા 5600 રૂપિયાની એટીએમથી એમ.એસ.યુનિવર્સિટીની ફી પેટે ચૂકવણી કરી હતી.
રજિસ્ટ્રારને રજૂઆત
આથી યુનિવર્સિટી સત્તાધીશોની કામગીરીથી નારાજ થયેલા હેમંતભાઈ પોતાની ધીરજ ખોઈ બેઠા હતા અને રજિસ્ટ્રારને રજૂઆત કરવા આવ્યા હતા. વિદ્યાર્થીઓના સમૂહની વચ્ચે હેમંતભાઈએ પોતાની પુત્રીની ફી રિફંડ મામલે રજિસ્ટ્રાર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જ્યારે ફી રિફંડ મામલે કંટાળેલા હેમંતભાઈએ એક્ઝામ સેકસનના ડેપ્યુટી રજીસ્ટાર દર્શન મારુનો સંપર્ક સાધીને આ મામલે રજૂઆત કરી હતી. જે અંગે 1 સપ્તાહમાં ફી રિફંડ કરવામાં આવશે તેવી બાંહેધરી સત્તાધીશો દ્વારા અપાતાં હેમંતભાઈએ સંતોષ માન્યો હતો.