- એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને એજીએસજી ગ્રૃપ દ્વારા ભૂખ હડતાલ
- સિલેબસમાં રાહત આપવા માંગ
- વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર બેઠા
વડોદરાઃ ગુજરાત સ્ટુડન્ટ ગ્રૃપ દ્વારા યુનિવર્સિટીના કોમર્સના સિલેબસમાં 30 ટકા વિદ્યાર્થીઓને રાહત આપવા માગ કરવામાં આવી હતી. જે માગને લઇને મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર બેઠા હતા.
2 દિવસ પહેલા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપ્યું
ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રૃપ દ્વારા યુનિવર્સિટીના કોમર્સના સિલેબસમાં 30 ટકા વિદ્યાર્થીઓને રાહત આપવા માગ કરવામાં આવી હતી. જેને લઈને કોમર્સ ફેકલ્ટી ખાતે યુનિવર્સિટી ડીનને 2 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું. ડીન દ્વારા 2 દિવસમાં વિદ્યાર્થીઓની માગ પર વિચારણા કરવાની બાંહેધરી આપાઇ હતી.
વિદ્યાર્થીઓની માગ
ધો.10-12 ના વિદ્યાર્થીઓને રાહત તો યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને પણ રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી પરંતુ પાંચ દિવસ થવા છતાં માંગણી સતોષવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ દ્વારા મેઈન બિલ્ડીંગ ખાતે ભૂખ હડતાલ કરવામાં આવી હતી. કોરોનાં મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સિલેબસ માંથી 30 ટકાની રાહત આપવામાં આવી છે.તો વડોદરાની મહારાજા યુનિવર્સીટીના કોમર્સ ફેકલ્ટીમાં સિલેબસ ઘટાડવાની માગ સાથે મેઈન બિલ્ડીંગના પટાંગણમાં ભૂખ હડતાલ પર બેઠા હતા.