વડોદરા: શ્રાવણ માસ નજીક આવે ત્યારે ભક્તો ભોલેનાથની ભક્તિ કરવામાં લીન થઈ જતા હોય છે. વડોદરા જિલ્લામાં કેટલાક સ્થળો ઉપર ભોલેનાથના સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા છે. સ્થળ શ્રધ્ધા ભારે આસ્થાના પ્રતીક બનતાં હોય છે. આવું જ એક સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે નર્મદા નદીના તટ પાસે અંગારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનો ઇતિહાસ પણ અનેરો છે.
લોકવાયકા સમગ્ર પંથકમાં: અંગારેશ્વર મહાદેવની પૂજા મંગળવારે થાય છે. સોમવાર એટલે ભોલેનાથનો દિવસ એમ માની શ્રદ્ધાળુઓ સોમવારે પૂજા - અર્ચના કરી ભારે ઘનતા હોય છે.પરંતુ અહીં આગળ કંઈક અલગ જ શ્રધ્ધા પ્રચલિત છે. માલસર ખાતે આવેલ અંગારેશ્વર મહાદેવની પૂજા સોમવાર નહીં પરંતુ મંગળવારે કરવામાં આવતી હોય છે. આ મંગલનાથનું પૂજન - અર્ચન કરવાથી ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ થતી હોવાનું જાણવા મળ્યું છે.
જનસમુદાય ઉમટી પડે: શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે ઉત્સવ યોજાય છે. શ્રાવણ માસના દરેક મંગળવારે આ મંદિરમાં વિશાળ જનસમુદાય ઉમટી પડે છે. આ ઉપરાંત આ મંદિરે મહાશિવરાત્રિએ પણ ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે.આ દિવસે એકવીસ (ર૧) શેર ઘીનું સહસ્ત્રદલ કમળ ચઢાવવામાં આવે છે. ધાર્મિક પરંપરા મુજબ જ્યારે કૃષ્ણપક્ષની ચોથ અને મંગળવાર બંને સાથે આવે છે.ત્યારે તેને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. શિવપુરાણના રેવા ખંડમાં પણ તેના વિશે ઉલ્લેખ છે.
ખરબચડું અર્ધગોળાકાર: મહાદેવનું લિંગ સ્વયં પ્રગટેલું હોવાની લોકવાયકા જાણવા મળતી માહિતી મુજબ આ અંગારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી નથી. પરંતુ મહાદેવ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. શિવપુરાણની કથા અનુસાર એક સ્થાન પર ‘મંગલે’ જાતે તપશ્ચર્યા કરી હતી. તપશ્ચર્યાથી પ્રસન્ન થઇ ભગવાન શંકરે દર્શન આપી પોતે જાતે ‘મંગલેશ્વર’ નામથી લિંગ રૂપે ત્યાં પ્રગટ્યા થયા.આ સ્વયંભૂ શંકરનું મંદિર સમગ્ર પંથકમાં ઐતિહાસિક ગણાય છે. આ મંદિરમાં આવેલું લિંગ લંબગોળ નથી પણ સાદા દેશી પથ્થરનું ખરબચડું અર્ધગોળાકારમાં સ્થાપિત છે.
ઔરંગઝેબને થયેલો પશ્ચાતાપ: ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબ જ્યારે ઉત્તર થી દક્ષિણ તરફ લડાઈ કરતા જતો હતો. ત્યારે મંદિરથી ચાર કિલોમીટર આગળ એક મુસલમાન ફકીર બાબા પ્યારે કરીને રહેતા હતા.તેમણે રાજાને મંગલનાથમાં જવાની ના પાડી હતી. ત્યાં નમન કરવાની જગ્યા છે. તેવો કરીને તેને ચેતવ્યો હતો. પરંતુ રાજા અહંકારી હોવાથી તેને તેની સેના સાથે આ મંદિર ઉપર ચડાઈ કરવા આવ્યો, ત્યારે છતમાંથી અંગારાની વર્ષા થવા લાગી હતી. આ અદ્ભુત ચમત્કારથી મોગલ સેના ભાગવા લાગી છતાં તેઓ બચી ન શક્યા. તેમની છાવણીમાં પણ આગ લાગી.આ આપત્તિમાંથી છૂટવા ઔરંગઝેબે ભોળાનાથની પ્રાર્થના કરી હોવાની પણ લોકવાયકા છે.
મનોકામના પૂર્ણ: આ ઘટનાથી પ્રભાવિત થઇ તેણે મંદિરની બહારનો ભાગ સભાગૃહ બનાવડાવ્યો અને તેમાં આરસપહાણની નંદિ બનાવડાવી તેની પ્રતિષ્ઠા કરી. ભોળેનાથના પ્રભાવથી તે મંદિરમાં પ્રવેશ ન કરી શક્યો. તેણે મંદિરની પાછળના ભાગની દીવાલનો લગભગ ત્રણ ફૂટ જેટલો ભાગ તોડી તેને નાની સરખી મસ્જિદનો આકાર આપી દીધો હોવાની લોકવાયકા છે. એટલા માટે આપ્યો કે મેં જે ભૂલ કરી છે તે બીજું કોઈ આવી ભૂલ ન કરે તે માટે તેને એવો આકાર આપ્યો હતો. બીજું આ મંદિરનું બીજું એક સત પણ છે કે જે કોઈ બાળક કે પુત્રીના 29 વર્ષ સુધી લગ્ન ન થતા હોય જેને અંગારકી યોગ હોય તેની વિધિ પણ આ તીર્થસ્થાન ઉપર કરવામાં આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે.
મહાશિવરાત્રિએ ભવ્ય મોટો ઉત્સવ: આ સમગ્ર બાબતને લઈને લોકવાયકા અનુસાર અંગારાની વર્ષાના કારણે મંગલનાથનું બીજું નામ ‘અંગારેશ્વર’ પડ્યું હતું. આ અંગારેશ્વરનું મંદિર નર્મદાના રમણીય તટ પર આવેલું છે. અંગારેશ્વર મહાદેવની વિશેષ પૂજાનો દિવસ સોમવાર અને મંગળવાર માનવામાં આવે છે. મંગલનાથની પૂજા-અર્ચન મંગળવારે કરવાથી મનોકામના પૂર્ણ થાય છ. શ્રાવણ માસમાં મંગળવારે વિશાળ જન સમુદાય આવે છે. મહાશિવરાત્રિએ ભવ્ય મોટો ઉત્સવ માનવામાં આવે છે.
રહેવા-જમવાની સુવિધા: આ દિવસે એકવીસ (ર૧) શેર ઘીનું સહસ્ત્રદલ કમળ ચઢાવવામાં આવે છે.જ્યારે કૃષ્ણપક્ષની ચોથ અને મંગળવાર બંને સાથે આવે છે. ત્યારે તેને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. તે દિવસે પૂજન કરવાનું ઘણું મહત્વ છે. મંદિર પાસે બે શિવાલય આવ્યાં છે. અહીં પક્ષીરાજ ગરુડની આરસપહાણની સુંદર મૂર્તિ પણ છે. મંદિરમાં સત્યનારાયણની અને પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલ છે. તેમજ પરમ પૂજ્ય ડોંગરે મહારાજે જે ઓટલા પર બેસી 33 ભાગવત કથા કરેલી તે પણ આજે છે. અહીં પૂજ્ય ડોંગરેજીના નામથી આશ્રમ બનાવેલ છે.જ્યાં યાત્રાળુને રહેવા-જમવાની સુવિધા છે.