કેશવબાગ સોસાયટીના રહીશોએ SSRDએ સમક્ષ મકાન વેચનાર અને ખરીદનાર વચ્ચેનો વેચાણ કરારને ગેરકાયદેસર ગણવામાં આવે તેવી અરજી કરી હતી. જેને આધાર રાખીને SSRDએ વેચાણ કરારને ગેરલાયક ઠેરવ્યો હતો. SSRDના આદેશ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે અને તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વડોદરાની કેશવબાગ સોસાયટીમાં સુધારા લાગુ પડતા હોવા છતા માલિક ગીતા ગોરાડીયાએ તેનો 6 કરોડનો બંગલો ફૈસલ ફસલાની નામના યુવાને વેચ્યું હતું. આ બંગલો આશરે પંદર હજાર ચોરસમીટરમાં ફેલાયેલું છે. બંને વચ્ચે થયેલા વેચાણ કરારના વિરોધમાં સ્થાનિક રહીશોએ SSRD સમક્ષ અરજી કરી હતી.