ETV Bharat / state

વેતન બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ થતું હોવાનો આક્ષેપ, સ્વાસ્થય કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન - વડોદરા કોરોના

વડોદરા શહેર જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં ફરજ નિભાવતા આઉટ સોર્સિંગના કર્મચારીઓના પગાર પ્રશ્ને કોઈ નિરાકરણ નહીં આવતા શનિવારે કર્મચારીઓએ SSG હોસ્પિટલથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

સ્વાસ્થય કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન
સ્વાસ્થય કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન
author img

By

Published : Jan 2, 2021, 4:05 PM IST

  • વડોદરા શહેર અને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આઉટ સોર્સિંગના કામદારોમાં પગાર પ્રશ્ને રોષ
  • SSG હોસ્પિટલથી રેલી યોજી જીલ્લા કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર
  • વેતન બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના કર્યા આક્ષેપ
  • 3 દિવસમાં પ્રશ્રોનો નિકાલ નહિ આવે તો હડતાલની ચીમકી

વડોદરાઃ શહેર જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં ફરજ નિભાવતા આઉટ સોર્સિંગના કર્મચારીઓના પગાર પ્રશ્ને કોઈ નિરાકરણ નહીં આવતા શનિવારે કર્મચારીઓએ SSG હોસ્પિટલથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

સ્વાસ્થય કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન

SSG હોસ્પિટલથી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

ઋષિ વાલ્મિકી સમાજ સુરક્ષા સેવા સંસ્થાનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આઉટ સોર્સિંગના કર્મચારીઓએ પગાર પ્રશ્ને SSG હોસ્પિટલથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ના છુટકે હડતાલ પાડવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોન્ટ્રાક્ટર દ્વારા થતા શોષણ અંગે વારંવાર રજૂઆત

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી શહેર અને જિલ્લામાં વિવિધ સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આઉટ સોર્સિંગના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને તેમના વેતન બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા થતા શોષણ અંગે અવારનવાર આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર તેમજ વિવિધ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.

કોન્ટ્રાક્ટરે એસ્ક્રો એકાઉન્ટથી કર્મચારીઓના પગાર કરવાનો આદેશ

આરોગ્ય વિભાગમાંથી અવારનવાર કર્મચારીઓના હિતમાં પરિપત્રો જાહેર કરવામાં આવે છે. પરંતુ તેનો અમલ કરવા સુપ્રિટેન્ડેન્ટ તથા ડીન દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. હાલમાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે, આઉટસોર્સિંગના કર્મચારીઓના કોન્ટ્રાક્ટરે એસ્ક્રો એકાઉન્ટથી કર્મચારીઓના પગાર કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં પણ તેનો અમલ અધિકારીઓ તથા કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવતો નથી. જેના કારણે હાલમાં કર્મચારીઓના પગાર થતા નથી. જેથી કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

3 દિવસમાં પ્રશ્રોનો નિકાલ નહિ આવે તો હડતાલની ચીમકી

અત્યાર સુધીમાં માનવતાના ધોરણે આરોગ્ય કર્મચારીઓ કોરોના કાળમાં પણ કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરીને પોતાની ફરજ બજાવી છે. પરંતુ હવે આ કોરોના વોરિયર્સના ઘર પરિવારના લોકોને ભૂખે ટળવળવાનો સમય આવ્યો છે. તેથી 3 દિવસમાં આ પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો ના છુટકે હડતાલ પાડવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.