- પાદરાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
- પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા હળતાલનું શસ્ત્ર ઉગામ્યું
- કોરોનાં રસીકરણ ટાણે જ હડતાલ પાડતાં તંત્રમાં દોડધામ મચી
વડોદરાઃ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા પાદરામાં આરોગ્ય કર્મચારીઓએ હળતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું. આ ઉપરાંત રાજયસ્તરે આયોજીત તા. 16 જાન્યુઆરીએ ગાંધીનગરના ધરણાં પ્રદર્શનમાં જોડાશે.
તાલુકા હેલ્થ ઓફિસ ખાતે એકત્ર થઈ દેખાવો કર્યા
પાદરામાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની બે વર્ષ જૂની વણ ઉકેલાયેલી માગણીઓને મનાવવા સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જ્યારે કોરોના મહામારી ગુજરાતમાં ફેલાયેલી છે, ત્યારે જેમાં મંગળવારથી પાદરાના તમામ પેરા મેડિકલ સ્ટાફ જેમાં તબીબ સિવાયનો તમામ સ્ટાફ હડતાળ ઉતરી આવી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
16મી તારીખના કોરોનાં રસીકરણના પ્રારંભે જ હળતાલનો સમય નક્કી કરી સરકારનું નાક દબાવવાનો પ્રયાસ
કર્મચારીઓની પોતાની 2 વર્ષ અગાઉની જૂની માગણીઓ જે વણ ઉકેલાયેલી છે. તેને સંતોષવા માટે કોરોનાની મહામારીના સમયને પસંદ કરીને સરકારનું નાક બંધ કરવાનો પ્રયત્ન શરુ કર્યો છે. જ્યારે હવે નવા જીવન સુરક્ષા માટે વૅક્સીન લગાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં 16 જાન્યુઆરીથી ગાંધીનગરમાં ધરણાં અને વિરોધ પ્રદર્શનનો પ્રારંભ થશે. પાદરામાં 75 ભાઈઓ, બહેનો આ હડતાળમાં જોડાયા હતા.