ETV Bharat / state

Haridham Sokhada controversy: હરિધામ સોખડા મંદિરનાં બે જૂથ વચ્ચે કલેક્ટર કચેરીમાં ભારે બબાલ - Vadodara Casector Office

વડોદરાના સોખડા હરિધામ મંદિરમાં વિવાદ (Haridham Sokhada controversy)ચાલી રહ્યો છે. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં બે જૂથના હરિભક્તો સામસામે(Sokhada Haridham Temple)આવી જતા ટપલીદાવ થયો છે. જો કે મામલો તુલ પકડે તે પહેલા જ શાંત કરી દેવામાં આવ્યો હતો. આ મામલે આગળ શું થશે તેને લઇને સૌ કોઇ ચિંતિત છે.

Haridham Sokhada controversy: હરિધામ સોખડા મંદિરનાં બે જૂથ વચ્ચે કલેક્ટર કચેરીમાં તરકરાર

author img

By

Published : Mar 16, 2022, 4:39 PM IST

વડોદરાઃ શહેરના સોખડા હરિધામ મંદિરમાં વિવાદ (Haridham Sokhada controversy)ચાલી રહ્યો છે. સંતોના બે જૂથ વચ્ચે ચાલતો ગજગ્રાહ આજે કલેક્ટર કચેરી પહોંચ્યો છે. બે જૂથના સંતોએ કલેક્ટરને મળ્યા છે. ત્યાર બાદ શહેરની સુરક્ષિત ગણાતી કલેક્ટર(Sokhada Haridham Temple) કચેરીના કમ્પાઉન્ડમાં બે જૂથના હરિભક્તો સામ સામે આવી જતા ટપલીદાવ થયો છે. જો કે મામલો વધુ ઉગ્ર બને તે (Vadodara Casector Office )પહેલા જ શાંત કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ મામલે આગળ શું થશે તેને લઇને સૌ કોઇ ચિંતિત છે.

હરિધામ સોખડા મંદિર

સમર્થકો દ્વારા ઠેર ઠેર શક્તિ પ્રદર્શન - હરિપ્રસાદ સ્વામીજીના ધામ ગયા બાદથી હરિધામ સોખડા મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એમ બે સંતોના જૂથ પડી ગયા છે. આ મામલો અગાઉ અનુજ ચૌહાણને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ જુથબંધી જાહેરમાં ખુલ્લી પડી હતી. ત્યારથી લઇને આજદિન સુધી કંઇને કંઇ ચાલ્યા જ કરે છે. તાજેતરમાં પ્રબોધ સ્વામીના સમર્થકો દ્વારા ઠેર ઠેર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન પ્રેમ સ્વામીનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓએ સામા પક્ષ અંગે નિવેદન આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Haridham Sokhada controversy : હરિધામ સોખડા ફરી એક વિવાદમાં, બે સ્વામીઓની શી છે તકરાર જાણો

જૂથના અગ્રણીઓ કલેક્ટર કચેરી પહોંચ્યાં - બે દિવસ પહેલા એક જૂથના સંતે અન્ય જૂથના સંતની ફેંટ પકડીને ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. જેને લઇને સંતોના સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગતરોજ પ્રબોધ સ્વામીના જૂથના હરિભક્તોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તો આજે અન્ય સંતોના જૂથના અગ્રણીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. દરમિયાન અન્ય જૂથના હરિભક્તો કલેક્ટર કચેરીના પરિસરમાં સામ સામે આવી જતા ટપલીદાવ થયો છે. જો કે મામલો વધુ તુલ પકડે તે પહેલા જ તેને શાંત કરી દેવામાં આવ્યો છે. આજે સાંજે મંદિર બહાર એકત્ર થવાના સંદેશા સોશિયલ મીડિયામાં અગાઉ વાયરલ થયા હતાં. જો કે, ત્યારબાદથી મંદિર પરિસરમાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરી જોવા મળી રહી છે.

મામલો શાંત થવાની જગ્યાએ બગડ્યો - તે દિવસે સ્વામી અડધી વાત સાંભળીને ગુસ્સામાં જતા રહેવા માંડ્યા. ત્યારે એમને હાથ પકડીને કહ્યું કે, અમારી વાત તો સાંભળો. કોઇને જવાબદારી સોંપાઇ નથી. માત્ર અને માત્ર પ્રેમ સ્વરૂપ સ્વામીજીને જ સ્વામીએ જવાબદારી સોંપી છે. બાકી બધી ઉપજાવી કાઢેલી વાતો છે. આજે કલેક્ટર કચેરીમાં જે થયું તેના પરથી ભવિષ્યમાં શું થશે તે અંગે સૌ કોઇ ચિંતીત છે. આ મામલો શાંત થવાની જગ્યાએ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચોઃ Vadodara Sokhda Haridham Temple Controversy : આરોપી સંતો અને સેવકોને પ્રાઇવેટ કારમાં પોલીસ સ્ટેશન લવાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.