ETV Bharat / state

Vadodara Slaughter House: વડોદરાના સ્લોટર હાઉસ પાછળ કરોડોનો ખર્ચો છતાં લોકો અહીં શ્વાસ નહીં લઈ શકતા - Metric ton Plant in Vadodara

વડોદરામાં એક જગ્યા એવી છે કે ત્યાં રહેવું કોઈને ન (Vadodara Slaughter House)ગમે, પરંતુ અનેક લોકો અહીં રહેવા મજબુર છે. વારંવાર રજૂઆત અને વિરોધ પછી પણ જાડી ચામડીના બની ગયેલા સત્તાધીશોને ફરક સુદ્ધા ન પડતા આખરે સ્થાનિકોએ વિરોધને ઉગ્ર બનાવ્યો છે. આજે પૂર્વ વિપક્ષ નેતાની આગેવાનીઓમાં ચેતવણી આપી બદતર સ્થતિમાંથી જલ્દીથી બહાર આવી જવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Vadodara Slaughter House: વડોદરાના સ્લોટર હાઉસ પાછળ કરોડોનો ખર્ચો છતાં લોકોને અહીં શ્વાસ નહીં લઈ શકતા

author img

By

Published : Jun 9, 2022, 6:57 PM IST

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં એક જગ્યા એવી છે કે ત્યાં રહેવું કોઈને ન ગમે, પરંતુ આ સ્થિતિમાં અનેક મજબુર લોકો જીવી રહ્યા છે. આ જગ્યા છે ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસ પાસેની છે. અહીં મરેલા ઢોરોનો (Question of Slaughter House in Vadodara )નિકાલ કરવામાં આવે છે. જોકે સ્માર્ટ શાસકોની બેદરકારીને કારણે અનેક લોકો દયનિય હાલતમાં જીવવા મજબુર બન્યા છે.

સ્લોટર હાઉસ

વિપક્ષના સહારે વિરોધ કરવા મજબૂર - આ વિસ્તારના લોકોના મોઢામાં કોળિયો માંડ (Metric ton Plant in Vadodara)માંડ જાય છે. અતિ દુર્ગન્ધ અને વાસથી પરેશાન અમે જેવો મોમા કોળિયો નાખીયે છે ત્યાં જ ઊલટી (Vadodara Slaughter House)થઇ જાય છે. આ સ્થિતીમાં લોકો જીવે છે. વારંવાર રજૂઆત અને વિરોધ પછી પણ જાડી ચામડીના બની ગયેલા સત્તાધીશોને ફરક સુદ્ધા ન પડતા આખરે સ્થાનિકોએ વિરોધને ઉગ્ર બનાવ્યો છે. આજે પૂર્વ વિપક્ષ નેતાની આગેવાનીઓમાં ચેતવણી આપી બદતર સ્થતિમાંથી જલ્દીથી બહાર આવી જવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ વડોદરાના ગાજરાવાડી કતલખાના મશીન કોન્ટ્રાક્ટ મુદ્દે નાળિયા સમાજનો વિરોધ

છેલ્લા 30 વર્ષથી રજુઆત છતાં પરિણામ શૂન્ય - વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં વૈજ્ઞાનિક ઢબે મરેલા પ્રાણીઓને નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરીને કારણે આજુબાજુની સોસાયટીના રહીશોને બારે માસ દુર્ગંધ વચ્ચે રહેવાનો વારો આવ્યો છે જેથી અવારનવાર લોકો બીમાર પડી જાય છે. આ અંગે છેલ્લા 30 વર્ષથી રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઇ ઉકેલ આવતો નથી. અસહ્ય દુર્ગંધથી આસપાસમાં રહેતા લોકોનું જીવન બદ થી બદતર બની રહ્યું છે. આ સમસ્યામાં કોઈ સુધાર ન આવતા આજે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

લોકોની કફોડી હાલત - સ્થાનિક રહીશો સાથે પાલિકાની નિષ્ક્રિયતા અંગે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્લોટર હાઉસ મામલે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થું છેલ્લા 30 વર્ષથી લડત આપી રહયા છે. સ્લોટર હાઉસ નજીક રહેતા લોકોની કફોડી હાલતમાં જીવન વિતાવી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓનો પણ સદંતર અભાવ છે, મારેલા પશુઓની વાસથી પરેશાન ગૃહણીઓને ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે જે ખુબ જ શરમ જનક છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થુંએ આ મામલે પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara Slaughter House : સ્લોટર હાઉસ માટે ખર્ચાશે 3 કરોડ રૂપિયા, વર્ષો જૂનો પ્રશ્નોનું આવશે નિરાકરણ

પૂર્વ વિપક્ષ નેતા અને હાલના સિનિયર કોર્પોરેટરની લડત - સ્લોટર હાઉસમાં મરેલા પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાને કારણે લોકોની તકલીફો વધી છે. ખાસ કરીએ ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાતા આ પાણી સાથે મરેલા ઢોરના અવયવો અને હાડકાઓ લોકોના ઘરોમાં આવી જાય છે જેને લઈ સ્થાનિકો લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થાય છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસ પાસે વર્ષોથી નરકાગારની સ્થતિમાં જીવતા લોકોના માટે અવાજ ઉઠાવતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વારંવાર સ્લોટર હાઉસ હટાવવાની માંગ કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી ફરી એકવાર લોકોને મુશ્કેલી પડતા આવનાર દિવસમાં સ્થાનિક રહીશોને સાથે રાખી ફરી એકવાર મોરચા સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન આગમન ટાણે કરોડો રૂપિયા ખર્ચાય રહ્યં છે તો લાચારીમાં જીવતા લોકોની સુવિધા માટે કેમ નહી તેવો વેધક સવાલ ઉઠાવી મ્યુનિસિપલ કમિશનર પાસે 67 (3) સી હેઠળ તાત્કાલિક કામગીરી હાથ ધરવા પણ માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.