ETV Bharat / state

હાલોલ વડોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત 4ના મૃત્યુ, 5 ઈજાગ્રસ્ત - Accident near Jarod in Vadodara

હાલોલ વડોદરા હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Halol Vadodara Highway Accident) સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ તેમજ 5 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જોકે, આ બનાવને લઈને સ્થાનિક લોકો એકઠા થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પટિલે પહોંચાડ્યા હતા. (Accident near Jarod in Vadodara)

હાલોલ વડોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત 4ના મૃત્યુ, 5 ઈજાગ્રસ્ત

author img

By

Published : Dec 14, 2022, 5:41 PM IST

વડોદરા જરોદ પાસે અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ

વડોદરા : હાલોલ વડોદરા હાઇવે પર વહેલી સવારે એક કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident on Halol Vadodara Highway) સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક રાજસ્થાની પરિવાર જેઓ વહેલી સવારે હાલોલથી સુરત તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 4 જેટલી વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા તો પાંચ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. (Vadodara highway accident Death)

કારમાં સવાર લોકોનું મૃત્યુ સ્થાનિક સૂત્રો દ્વારા ટ્રક રોડ સાઇડ પર ઉભો હોવાનું સામે આવ્યું છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક 8 વર્ષનું બાળક સહિત 3 જેટલા લોકોનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મૃત્યુ થયું હતુ. તો અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેથી તેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હાઇવે ઉપર એક કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યાને હલ કરી મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, પોલીસની સઘન તપાસ બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે. (Accident near Jarod in Vadodara)

આ પણ વાંચો ચીખલી હાઈવે પર 6 વાહનો ધડાકાભેર અથડાયા, સદનસીબે કોઈ જાનહાની નહીં

સ્થાનિક તંત્રએ બચાવવાની કામગીરી હાથ ધરી આ ગમખ્વાર અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક (Halol Vadodara Highway Accident) પોલીસના જવાનો અને NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. એટલું જ નહીં પરંતુ બીજા ગ્રસ્તોને સારવારથી હોસ્પિટલમાં પણ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. (Halol highway Accident trucks and cars)

આ પણ વાંચો રાજકોટમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત; ઘટના CCTVમાં થઈ કેદ

સ્થાનિક તંત્રની નિષ્ફળતાનો ભોગ ઉલ્લેખનીય છે કે, વડોદરા પાસેથી પસાર થતા હાઇવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં તંત્રને નિષ્ફળતા જ મળી રહી છે. આ નિષ્ફળતા અવારનવાર અકસ્માત રૂપે લોકોની સામે આવે છે. હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરા-હાલોલ હાઇવે વડોદરા તરફ આવવાના રસ્તે XUV GJ-05 -3452 કારનો કન્ટેનર ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જરોદ ચોકડી પાસે યોજાયેલા અકસ્માતમાં કન્ટેનર ટ્રક પાછળ કાર ઘૂસી ગઇ હોવાનું જોવા મળ્યું છે. કારનો આગળનો ભાગ અડધો કન્ટેનર ટ્રકમાં ઘુસી ગયો હોવાનું ઘટના સ્થળની તસ્વીર પરથી જોવા મળી રહ્યું છે. (truck and car Accident on Vadodara highway)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.