ETV Bharat / state

ગુજરાત રિફાઇનરીના કામદારોને પગાર ન મળતા પ્રતિક ઉપવાસ કરવા મજબૂર બન્યા - વડોદરા ન્યૂઝ

ગુજરાત રિફાઇનરીમાં 20 વર્ષથી ચોથા વર્ગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતાં શનિવારના રોજ ગુજરાત રિફાઇનરીના ગેટ પર કર્મચારીઓએ ધરણા કર્યા હતા.

ગુજરાત રિફાઇનરીના કામદારોને પગાર ન મળતા હડતાળ પર

author img

By

Published : Feb 6, 2021, 1:12 PM IST

  • ન્યાય અને હક્કો મેળવવા કામદારો પ્રતિક ઉપવાસ કરવા મજબૂર બન્યા
  • ગુજરાત રિફાઇનરી ગેટ પર ધરણાં કરી વિરોધ નોંધાવ્યો
  • 'સમાન કામ સમાન વેતનની' કરી માંગ

વડોદરા: ગુજરાત રિફાઇનરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોથા વર્ગના કર્મચારીઓ કે જેમાં પટાવાળા સફાઈ કામદારો તેમજ માળીની જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલતી રહી છે. આ કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કામદારોને પૂરતો પગાર આપવામાં આવતો નથી અને આઠ કલાક ના સ્થાને 12 કલાક સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. એટલું જ નહીં કામદારોના પ્રોવિડન્ટ ફંડ પણ કપાત કરવામાં આવતું નથી, જેના કારણે કામદારોને અન્યાય થઇ રહ્યો છે.

કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન થતા ન્યાય અને હકો મેળવવા કામદારો પ્રતિક ઉપવાસ કરવા મજબૂર બન્યા

કામદારો દ્વારા ગુજરાત રિફાઈનરીને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત રિફાઇનરીના ગેટ પાસે ધરણા શરૂ કર્યા છે. કામદારોએ ગુજરાત રિફાઇનરી અને કોન્ટ્રાક્ટરોની વચ્ચે ચાલતા મીલીભગત કામ અંગે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કમલ કન્સ્ટ્રકશન અને નવલ સંદેશ નામના બે કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો છે છતાં પણ ગુજરાત રિફાઇનરીના સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજે ન્યાય અને હક્કો મેળવવા કામદારો પ્રતિક ઉપવાસ કરવા મજબૂર બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.