તેમ છતાય આ ટ્રેન્ડ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. આ સોશિયલ મીડિયાનો ટીકટોકના ભરડામાં વડોદરાના PSI અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. PSI અરૂણ મિશ્રા DCBની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. PSIના વાયરલ થયેલો ટીકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સોશિયલ મીડિયા ટીકટોક પર ડાન્સ અને ફિલ્મી ગીતો સહિત ફની વીડિયો મૂકવાનો હાલ ક્રેઝ ચાલી રહ્યો છે. જેમાં પોલીસ તંત્ર પણ હવે બાકાત નથી. વડોદરાના PSIનો ટીકટોક વીડિયો થયો વાયરલ છે. PSI અરૂણ મિશ્રાએ પોતાની ઓફિસમાં બેઠા-બેઠા વીડિયો બનાવ્યો હતો. જે બાદ ટીકટોક પર અપલોડ કર્યો હતો. ટીકટોક પર અપલોડ થતાની સાથે જ PSIનો વીડિયો વાયરલ થયો હતો.