વડોદરાઃ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના (Arvind Kejriwal Vadodara Visit) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. જયાં તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ જુદા જુદા જિલ્લાઓમાં પ્રચાર પ્રસાર કરી સભાઓ (Aam Admi Party Gujarat) ગજવી રહ્યા છે. પરંતુ ગતરોજ તેમના જ એક પ્રધાને કરેલા નિવેદનને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વડોદરા ખાતે કેજરીવાલ દ્રારા રોડ શો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક યુવાનોએ કેજરીવાલના રોડ- શૉ દરમિયાન કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.
ઘર્ષણ થયુંઃ જેને લઇ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી અને ભારે અફરા-તફરીનો માહોલ સર્જોયો હતો જોકે સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે ભીડ પર કાબૂમાં મેળવ્યુ હતો. કેજરીવાલ વડોદરા આવે તે પહેલા પણ કેજરીવાલને લઇ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. જયાં સભા સ્થળે કેટલાક પ્રદર્શનકારીઓએ આમ આદમી પાર્ટીના બેનરો ફાડી નાંખ્યા હતાં. ગો બેક કેજરીવાલ સહિત પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.
આ લોકોએ ભગવાનને પણ છોડ્યા નથી. હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. હનુમાનજીનો ભક્ત છું. હનુમાનજીની મારા પર સારી એવી કૃપા છે. પોસ્ટર લગાવનારા કંસની ઔલાદ છે. મારો જન્મ કૃષ્ણજન્માષ્ટી પર થયો છે. મને એક સંદેશા સાથે અહીં કુદરતે મોકલ્યો છે. જેથી હું ભ્રષ્ટાચારીઓનો નાશ કરી શકું. એ લોકો નિર્દોષ લોકોને મારે છે. પરેશાન કરે છે. ખોટી અફવાઓ ફેલાવે છે. -અરવિંદ કેજરીવાલ