ફલક્ર્મ અને સીલ ફોર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ 2019-20 હેઠળ સાવલી તાલુકામાં આવેલ GIDCના પાછળ આવેલ અલીન્દ્રા ગામમાં પ્રોજેક્ટ ગ્રીન ઇન્ડિયા હેલ્થી ઇન્ડિયાનું ઇનોગેરેશન એક ખાલી જગ્યા માં પ્રોજેક્ટ ગ્લોબલ હેડ મી, ડ્રિક ઓટે ના હસ્તે કરવામાં આવ્યું હતું
ઇનોગેરેશનમાં 50 થી વધુ ઝાડ ના રોપા રોપવામાં આવ્યા હતા. આ રીચ ઝોન નો ઉછેર કાળજીપૂર્વક કરવામાં આવશે અને આ સંસ્થા દ્વારા અહીંયા થી ગ્રીન ઇન્ડિયા હેલ્થી ઇન્ડિયા ના સ્લોગન થી શરૂઆત કરી હતી. વડોદરા શહેર ગુજરાત અને સમગ્ર ભારતમાં વધુ સારી રીતે સફળ બનાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને પ્રકૃતિ પ્રેમ ગ્લોબલ વોર્મિંગમાં વધુ વૃક્ષ વાવી પર્યાવરણ જાળવવા એક પ્રોજેકટ રૂપે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસંગે પીલોલ તલાટી સહિત સરપંચ સુરેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.