- સાવલી ખાતે 20 લાખ ખર્ચે એક ટન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવ્યું
- વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અવિરત સેવા કર્યો ચાલી રહ્યા છે
વડોદરા : કોરોના મહામારીમાં સમાજસેવા સેવા માટે NGO સહિત ધાર્મિક સંપ્રદાયો પણ આગળ આવી રહ્યા છે, ત્યારે વડોદરાના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં એક મહિનાથી કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કોવિડ કેર ડ્રાઈવ ( Vallabh Youth Organization Covid care drive ) અંતર્ગત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા સેવાકીય કાર્યો અવિરતપણે ચાલી રહ્યાં છે. ત્યારે Vallabh Youth Organizationના તત્વાધાનમાં સાવલી ખાતે 20 લાખના ખર્ચે એક ટનનો ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજયપાલ દેવવ્રત આચાર્ય જોડાયા હતા.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ટ્રસ્ટી સહિતના અગ્રણીઓ જોડાયા
વડોદરા સર સયાજીરાવ ગાયકવાડ નગરગૃહ ખાતે આયોજિત સાદા સમારોહમાં વ્રજરાજકુમારજી ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીનગરથી રાજ્યપાલ વર્ચ્યુઅલી જોડાયા હતા. વડોદરા ખાતે મેયર કેયુર રોકડીયા, શહેર બીજેપી પ્રમુખ ડો. વિજય શાહ, મંત્રી સહિતના હોદ્દેદારો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર , તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ( Vallabh Youth Organization )ના ટ્રસ્ટી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
તત્વાધાનમાં શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞને રાજ્યપાલ દ્વારા બિરદાવવામાં આવ્યો
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કોવિડ કેર ડ્રાઈવ ( Vallabh Youth Organization Covid care drive ) અંતર્ગત નરહરિ હોસ્પિટલને 42 લાખના ખર્ચે 6 વેન્ટીલેટર અને 15 લાખના ખર્ચે 15 બાયપેપ મશિન સમર્પિત કરવામાં આવ્યા હતા. તમામ સાધનો અને સહાયનું લોકાર્પણ રાજયપાલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કરાયું હતું. રાજભવનના માધ્યમથી રાજયપાલ સાથે મળેલી ધર્માચાર્યની બેઠકમાં રાજયપાલ દ્વારા કોરોના વોરિયરની સુરક્ષા કાજે સેફ્ટી કીટ અર્થે આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં Vallabh Youth Organizationના માધ્યમથી 5.44 લાખના ખર્ચે 544 કીટ આપવાનો કરવાનો નિર્ણય આવ્યો હતો. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કોવિડ કેર ડ્રાઈવ ( Vallabh Youth Organization Covid care drive )ના તત્વાધાનમાં શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞને રાજ્યપાલ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -
- વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ
- વડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 150 રીક્ષા ચાલકોને અનાજ કીટનું વિતરણ
- વડોદરાઃ માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પેરામેડિકલ સ્ટાફને 400થી વધુ PPE કીટ આપવામાં આવી
- વડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ