એમ.એસ.યુનિવર્સીટી વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગના હેડ અપૂર્વ શાહે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં યુનિવર્સિટીને સુપર કોમ્પ્યુટર પુરુ પાડવામાં આવશે. જોકે આ કોમ્પ્યુટર કયા પ્રકારનુ હશે તેની જાણકારી અમને આપવામાં આવી નથી પણ એટલુ કહી શકાય કે સરેરાશ કોમ્પ્યુટર કરતા આ કોમ્પ્યુટર ૩૦ ગણું વધારે શક્તિશાળી હશે.
સરકારે સુપર કોમ્પ્યુટર આપવા માટે ચાર શૈક્ષણિક સંસ્થાઓ પર પસંદગી ઉતારી છે. તેમાંથી એક એમ.એસ.યુનિવર્સિટી છે. આ કોમ્પ્યુટર રાખવા માટે એક વિશેષ રુમ પણ તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ આ કોમ્પ્યુટરનુ સંચાલન અને દેખરેખની જવાબદારી સંભાળશે. એમ.એસ.યુનિવર્સીટીને મળનાર સુપર કોમ્પ્યુટરથી માસ્ટર્સના વિદ્યાર્થીઓને સુપર કોમ્પ્યુટરના કારણે પ્રોજેક્ટસ કરવામાં મદદ મળશે.