- સાવલીમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી
- વડાપ્રધાન અને રાજ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા
- ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા
વડોદરાઃ સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજીત કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન અને રાજ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
કિસાન પરિવહન સહિતની યોજનાઓના 292 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો
સાવલી ભીમનાથમહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલા સભાહોલમાં કૃષિ-ખેડૂત અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલબિહારી વાજપેયીની યાદમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કિસાન પરિવહન સહિતની યોજનાઓના 292 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે સાવલી તાલુકાની વિદ્યાર્થીની નીટ/જેઆરપીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં અભિનંદન સાથે સન્માન કર્યું હતું.
સમગ્ર દેશના ખેડૂતોના ખાતામાં વડાપ્રધાને 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં એક સાથે 248 તાલુકાઓમાં સામુહિક કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ મુખ્યપ્રધાને ગુજરાત રાજ્યના ખેડૂતોને અને વડાપ્રધાને ભારતના કિસાનોને ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન ભારતના ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવ્યા હતા. આ પ્રસંગે સરકારની કિસાન કલ્યાણ યોજના અંતર્ગત સાવલી તાલુકાના 292 લાભાર્થીઓને લાભ અપાયાં હતા અને ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે સાવલી તાલુકાનું ગૌરવ સમી તાડીયાપુરા ગામની કુમારી અલ્પાબેન કે જે નીટ અને જેઆરપીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં તાલુકાનું ગૌરવ વધારવા બદલ સન્માન કરાયું હતું. વડાપ્રધાને ખેડૂતોની વ્હારે સરકાર છે અને રહેશે, ગેર માર્ગે ન દોરાવવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સરકારી અધિકારીઓ અને સાવલી તાલુકાના લાભાર્થીઓ ખેડૂતો અને ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.