વડોદરાઃ એક કપચી ભરેલા ડમ્પર અને લોખંડના સળિયા ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહન ચાલક ગંભીર રીતે ફસાયા હતા. જે ઘટના અંગે વડોદરા ફાયરને કોલ મળતાની સાથે જ વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ એ એક કલાકની જહેમત બાદ બચાવી લીધા હતા. આ કામગીરીમાં વડોદરા પાણીગેટ ફાયર અને ગાજરાવાડી ફાયર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું
ટ્રાફિક જામઃ આ અકસ્માતને લઈ 2 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને ફસાયેલ વાહન ચાલકને ફાયરના લાસ્કરોએ ભારે જહમત બાદ બહાર કાઢી નાની મોટી ઇજાઓ હોઇ તેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાણીગેટ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ અકસ્માત અંગે કંટ્રોલમાં કોલ મળતાની સાથે જ પાણીગેટ અને ગાજરાવાળી ફાયરની બે ટીમો ઘટના સ્થળે પહોંચી અને ફસાયેલ વાહનચાલકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બનાવમાં એક પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી.