વડોદરા: ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે સૌપ્રથમ એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના સ્થાપક સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પર પુષ્પો અર્પણ કર્યા. ત્યારબાદ આગામી 14 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર સ્વાભિમાન ધરણાં પ્રતીક ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે OBC અનામત બચાઓ ચિંતન સંકલ્પ બેઠક યોજી હતી.
અભિપ્રાય માટે તારીખ નક્કી કરાઈ: આ બેઠક પૂર્વે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ-2023 લાવવા જઇ રહી છે. આ બિલનો કોમન ડ્રાફ્ટ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને અંગે આખા ગુજરાતમાંથી તમામ લોકોને વાંધા, સૂચનો અને અભિપ્રાયો આપવા માટે 12 ઓગસ્ટ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.
આંતરિક લોકશાહી ખતમ થઈ જશે: આ એક્ટમાં ગુજરાતમાં વર્ષોથી કાર્યરત 8 ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ સમાવેશ કરવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ જ નહીં, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રોફેસરો સહિત શિક્ષણ સાથે સંકળાયેલા લોકો તેનો વિરોધ કરે છે અને તેનાથી ઊભી થનારી પરિસ્થિતિ અંગે ચિંતા ઉભી થઈ છે.આ એક્ટ લાગુ થવાથી સત્તાનું કેન્દ્રિકરણ થશે.યુનિવર્સિટીઓની આંતરિક લોકશાહી ખતમ થઈ જશે.નવા એક્ટને પરિણામે સેનેટ-સિન્ડિકેટની ચૂંટણીઓ નહીં થઈ શકે અને ફક્ત સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવશે અને એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પણ સરકારના મળતિયા અને માનીતા લોકોની નિમણૂંક થશે.
વિધાર્થીઓ પર વધશે બોજોઃ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવા અને લડવા માટે કોઈ નહીં બચે. યુનિવર્સિટીની જમીનો ભાડે અને વેચાણ આપી શકાશે તેવી જોગવાઇ પણ એક્ટમાં હશે. 8 યુનિવર્સિટીઓની જમીનો મળતિયાઓનો વેચવામાં આવશે. ભરતી સેન્ટ્રલાઈઝ થઈ જશે.જેથી યુનિવર્સિટીની સ્વાયતતા ખતમ થઈ જશે. વિદ્યાર્થીઓના સોનેરી ભવિષ્ય સાથે ચેડા થશે. આ એક્ટ આવવાથી ફી પણ મોટો વધારો થશે અને વિદ્યાર્થીઓ પર બોજો વધશે.
વહીવટદારો કરે છે વહીવટઃ કોંગ્રેસે આ બાબતે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. લોકો આ બાબતે પોતાના વાંધા રજૂ કરે. તેવી અમે અપીલ કરીએ છીએ. આગામી સમયમાં કોંગ્રેસ વિધાનસભામાં અને રસ્તા પર આંદોલન કરશે. ગુજરાતના 52 ટકા ઓબીસી સમાજને ભાજપના 30 વર્ષના શાસનમાં અન્યાય થયો છે. પંયાયતમાં 10 ટકા અનામત નાબૂદ કરી દેવામાં આવી છે. તેના માટે બનાવેલા આયોગનો રિપોર્ટ જાહેર ન થતાં ચૂંટણીઓ અટકી ગઈ છે અને વહીવટદારો વહીવટ કરી રહ્યા છે.
આ એક્ટમાં ગુજરાતમાં વર્ષોથી કાર્યરત 8 ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ સમાવેશ કરવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ જ નહીં, વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રોફેસરો સહિત શિક્ષણ સાથે સંકળાયેલા લોકો તેનો વિરોધ કરે છે અને તેનાથી ઊભી થનારી પરિસ્થિતિ અંગે ચિંતા ઉભી થઈ છે.આ એક્ટ લાગુ થવાથી સત્તાનું કેન્દ્રિકરણ થશે.યુનિવર્સિટીઓની આંતરિક લોકશાહી ખતમ થઈ જશે...અમિત ચાવડા(નેતા, કૉંગ્રેસ)
ગાંધીનગરમાં સ્વાભિમાન ધરણાઃ ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દીધુ છે. 27 ટકા અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસીને આપવી જોઇએ. ઓબીસી માટે રાજ્યના બજેટમાં 27 ટકા રકમ ફાળવણી કરવી જોઇએ. સહકારી સંસ્થાઓમાં ઓબીસી, એસસી અને એસટી માટે અનામતની જોગવાઇ કરવામાં આવે. ઓબીસી અનામત બચાવો આંદોલનની શરૂઆત થઈ છે. આગામી 17 તારીખે સામાજીક અને ધાર્મિક સંગઠનો સાથે મળીને ઓબીસી, એસસી, એસટી અને માયનોરિટી સામે બજેટમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે. તેથી ગાંધીનગરમાં સ્વાભિમાન ધરણાનું આયોજન કર્યું છે.
અન્ય મુદ્દાને ભટકાવાનો પ્રયાસ: આ સાથે રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાની દ્વારા કરાયેલ નિવેદનને સંદર્ભે કહ્યું કે તેઓ દેશમાં ટામેટાના ભાવ અને મણિપુરમાં થયેલ હિંસા બાબતે કેમ કંઈ પણ બોલવા તૈયાર ન હતા.આવી બાબતો સામે લાવીને અન્ય મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરાય છે.