ETV Bharat / state

દાનના નામે લાખોની છેતરપિંડી, સારવાર માટે આવેલા દર્દીઓને લૂંટ્યા - વાઘોડિયા પોલીસ મથક

વડોદરાના વાઘોડિયા પાસેના ગોરજ ગામે (Goraj village near Waghodia in Vadodara) આવેલ મુનિસેવા આશ્રમ સ્થિત કેન્સર હોસ્પિટલના સિકયુરીટી ઓફિસરની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા લોકો પાસેથી રુપિયા 8.33 લાખ દાન પેટીના નામે રકમ લઈ લીધી હતી.

દાનના નામે લાખોની છેતરપિંડી, સારવાર માટે આવેલા દર્દીઓને લૂંટ્યા

author img

By

Published : Nov 16, 2022, 3:15 PM IST

વડોદરાના વાઘોડિયા પાસેના ગોરજ ગામે (Goraj village near Waghodia in Vadodara) આવેલ મુનિસેવા આશ્રમ સ્થિત કેન્સર હોસ્પિટલના (Cancer Hospital) સિકયુરીટી ઓફિસર સામે રૂપિયા 3,58,600 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ આપી સિક્યોરિટી ઓફિસર તરીકે નોકરીએ લાગેલ હતા. આ ભેજાબાજે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ પાસેથી રૂપિયા 8.33 લાખ દાન પેટેની રકમ લઈ લીધી અને તે પૈકી રૂપિયા 3,58,600 દર્દીઓને પરત ન કરી દર્દીઓને ધમકી આપી હતી.

દાનના નામે લાખોની છેતરપિંડી, સારવાર માટે આવેલા દર્દીઓને લૂંટ્યા

ફરિયાદ નોધાવી ફરિયાદ નોંધાતા પોલીસે આ (Cancer Hospital) સિક્યોરિટી ઓફિસરની અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા પોલીસ મથકમાં (Waghodia Police Station) આ બાબતની ફરિયાદ 25 વર્ષિય હર્ષ સત્યનારાયણ રાવે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ મૂળ કર્ણાટકાના વતની છે. અને હાલ તેઓ ગોત્રી રોડ પાસે પરિવાર સાથે રહે છે. વાઘોડિયા નજીક આવેલ ગોરજ ખાતે મુનિ સેવા આશ્રમ અને કેન્સર હોસ્પિટલમાં આદિત્ય અજીતકુમાર ઝા સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

કેન્સર હોસ્પિટલમાં ગયાં રોકડ, ચેક તથા ઓનલાઇન દ્રારા રકમ પડાવી લીધી. ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે ઓક્ટોબર-નવેમ્બર- 2021માં તનિષ્કા અને નમનદીપની સારવાર માટે ગોરજ મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલમાં ગયાં હતા. તેવા સમયે સિક્યુરીટી ઓફિસર આદિત્ય ઝાએ અમાને તેઓ પોતે નિવૃત્ત કર્નલ હોવાની ઓળખ આપી હતી. તેમજ અમારા દર્દીઓની સારવાર માટે દાન માટે અમારી સંસ્થાના સભ્યો તેમજ સ્પ્રેડ હેપ્પીનેસ સંસ્થા તથા ખ્યાતીબહેન અને તેમના પરિવારજનો પાસેથી દર્દીઓની સારવાર માટે દાન પેટે રૂપિયા 8,83,600 રોકડ ચેક તથા ઓનલાઇન દ્રારા પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાં લઈ લીધા હતા.

બોગસ દસ્તાવેજો રજૂ કરીને નોકરી મેળવી હતી. સિક્યુરીટી ઓફિસર આદિત્ય ઝાએ ખ્યાતીબહેન તથા સંસ્થાના સભ્યોને દાનની લીધાની પહોંચ પણ આપી ન હતી. તે સાથે રૂપિયા 3,58,600 પરત કર્યા ન હતા. ખ્યાતીબહેન અને સંસ્થાના સભ્યો રૂપિયા પરત લેવા તેમજ દાનની પહોંચ લેવા ગયા. ત્યારે સિક્યોરિટી ઓફિસર આદિત્ય ઝાએ ગેર વર્તન કર્યુ હતું. અને ધમકી આપી હતી. એક વર્ષ પૂર્વે બનેલી આ ઘટનાની નોંધાયેલી ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, આદિત્ય અજીતકુમાર ઝા પોતે નિવૃત્ત કર્નલ ન હોવા છતાં, તેઓએ નિવૃત્ત કર્નલ તરીકે ઓળખ આપી હતી. તેઓએ નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ તેમજ બોગસ સર્ટી રજૂ કરીન ગોરજ મુનિ સેવા આશ્રમ અને કેન્સર હોસ્પિટલમાં નોકરી મેળવી લીધી હતી.

કોરોના ટેસ્ટ આરોપીના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરાશેવાઘોડિયા પોલીસે હર્ષ રાવની ફરિયાદના આધારે સિક્યોરિટી ઓફિસર આદિત્ય ઝા સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી અટકાયત કરી છે. તેઓની ધરપકડ કરવા માટે તેને કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તેઓની ધરપકડ કરી આરોપીએ અગાઉ કોઇ દર્દીઓ પાસેથી દાનના નામે નાણાં પડાવ્યા છે કે કેમ ? તે જાણવા માટે આરોપીના રિમાન્ડની મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ આપી દર્દીઓના પરિવારજનો અને સામાજિક સંસ્થાઓ પાસેથી નાણાં પડાવનાર આ ભેજાબાજ આદિત્ય ઝાની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ હાલ નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.