વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મતવિસ્તારના વયોવૃદ્ધ પીઢ ગાંધીવાદી કોંગી ધારાસભ્ય પરમાર પ્રભાતસિંહનું ટૂંકી માંદગી બાદ ગત રાત્રી એ અવસાન થયું હતું. જેની અંતિમવિદાય ડેસર તાલુકાના લટવા ગામેથી ગળતેશ્વરના મહીસાગર ઘાટ પર આપવામાં આવી હતી. અંતિમયાત્રામાં હાલના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર, કોંગી માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાવલી વિધાનસભા મતવિસ્તારના પૂર્વ કોંગી વયોવૃદ્ધ ધારાસભ્ય પ્રભાતસિંહ જોરસિંહ પરમાર ગતરાત્રી એ ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું.જેવોની અંતિમયાત્રા સાવલીતાલુકામાંથી નવવિભાજીત ડેસર તાલુકાના લટવા ગામેથી રામધૂન સાથે નીકળી ગળતેશ્વર મહીસાગર નદી કિનારે અંતિમવિદાઈ અપાઈ હતી.
કોંગીપૂર્વ ધારાસભ્ય પીઢ ગાંધીવાદી નેતા તેવોના વતન લટવા ખાતે ખુબજ સાદગી પૂર્વક જીવન વ્યતીત કરનાર પ્રભાતસિંહ જોરસિંહ પરમારનો જન્મ 11 જાન્યુઆરી 1926 એ થયો હતો. અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં તે સમયના મેટ્રિક પાસ અને વહીવટી ખાતાનો પંચવર્ષનો અનુભવ ધરાવતા મહાગુજરાત જનતા પરિષદના સત્યાગ્રહમાં ભાગ લઈ 1956 થી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યાં હતા. લોકસેવા કાર્યો અને પ્રખર ગાંધીવાદી નેતા હોવાના કારણે ખુબજ સાદગીપૂર્ણ જીવન વ્યતીત કર્યું હતું.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગી ઉમેદવારની ચૂંટણી પ્રચારમાં આવેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની જાહેરસભામાં રાહુલ ગાંધી એ પ્રભાતસિંહ પરમારનું શાલ ઓઢાડી ગળે લગાવી બહુમાન કરેલ હતું.