ETV Bharat / state

વડોદરામાં પૂરગ્રસ્ત લોકોને કેસડોલ્સ ન મળતા ધરણા યોજ્યા

author img

By

Published : Aug 20, 2019, 4:29 AM IST

વડોદરા: રાજ્યમાં અને વડોદરામાં પડેલા ભારે વરસાદથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલા પુરને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

vadodara

વડોદરા શહેરમાં પુરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય કેશડોલ્સની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી અસરગ્રસ્તોને કેશડોલ્સ મળ્યા ન હોવાના આક્ષેપ સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી બહાર અનેક લોકો ધરણા પર બેસી સુત્રોચ્ચાર કર્યા હતા. વડોદરામાં આવેલા પુરને 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ લોકો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે.

વડોદરામાં પૂરગ્રસ્ત લોકોને કેસડોલ્સ ન મળતા ધરણા યોજ્યા

જેથી રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર કચેરી બહાર સોમવારે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતની આગેવાનીમાં ધરણા યોજ્યા હતા. જો કે, પૂરની પરિસ્થિતિ બાદ અત્યાર સુધી તંત્રએ અંદાજે 6 કરોડની કેસડોલ અને ઘરવખરી માટે પૂર પ્રભાવિત 22 હજારથી વધુ પરિવારને સહાય ચૂકવી છે, પરંતુ હજુ લોકોને સહાય ન મળી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અગાઊ પણ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારનું પૂતળા દહન કરી વિરોધ દર્શાવ્યો હતો.

Intro:વડોદરામાં પુર બાદ અસરગ્રસ્તો ને કેસડોલનો ના મળતા વિરોધ કરી યોજ્યા ધરણા..

Body:વડોદરા શહેરમાં આવેલા પુરબાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં અને કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો સૌથી વધુ પૂરના કારણે પ્રભાવિત થયા હતા..Conclusion:શહેરમાં પુર ગ્રસ્ત લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય કેશડોલ્સની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી અસરગ્રસ્તોને કેશડોલ્સ નહીં મળ્યા હોવાના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી બહાર અનેક લોકો ધરણા પર બેઠા હતા અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા..વડોદરા શહેરમાં આવેલા પુરને 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજુ લોકો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે..ત્યારે વડોદરા શહેર કલેકટર કચેરી બહાર સોમવારના રોજ કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત ની આગેવાની મા પૂરગ્રસ્ત લોકોના ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં અસરગ્રસ્તો જોડાયા હતા..જોકે પુરની પરિસ્થિતિ બાદ અત્યારસુધી તંત્રએ અંદાજે 6 કરોડની કેસડોલ અને ઘરવકરી સહાય ચુકવી છે..અંદાજે પુર પ્રભાવિત 22 હજારથી વધુ પરિવારને કેસડોલ અને ઘરવકરી સહાય ચૂકવી છે..પરંતુ હજુ લોકોને સહાય ના મળી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે..જોકે એક દિવસ અગાઉ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રાજય સરકારનું પૂતળા દહન કરી વિરોધ દર્શવ્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.