વડોદરા: શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ઊર્મિ ચાર રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષના બીજા માળે આવેલી ચોલામંડલમ ફાઇનાન્સ બેંકની ઓફિસમાં એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ અચાનક સર્વર રૂમમાંથી ઓફિસમાં ધુમાડો દેખાતા ઓફિસમાં રહેલ 40થી વધુ કર્મચારીઓ સમય સુચકતા દાખવી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોકસર્કેટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના પગલે સર્વર રૂમમાં ડેટાનો નાશ થયો હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચોઃ Swachchhata Abhiyan Vadodara: કુબેર ભંડારી ખાતે મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં યાત્રાધામ સફાઈ અભિયાન
મોટી દુર્ઘટના થતા બચી: અલકારપુરી વિસ્તારમાં આવેલ ફાઇનાન્સ ઓફિસમાં 40થી વધુ કર્મચારીઓ હાજર હતા. અચાનક ઓફિસના સર્વર રૂમમાંથી ધુમાડો દેખાતા કર્મચારીઓ સમય સુચકતા દાખવી પલાયન થઈ ગયા હતા. એકા એક લાગેલી આ આગના ધુમાડાના ગોટે ગોટા ઓફિસમાં ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના કર્મીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. આ બિલ્ડિંગમાં જવા માટે અન્ય જગ્યા ન મળતા બિલ્ડીંગના કાચ તોડી ફાયર ફાઇટિંગ કરી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે વધુ ધુમાડો હોવાના કારણે ફાયરના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરી આગ કાબુમાં લેવાની ફરજ પડી હતી. ફાયર વિભાગ દ્વારા 4 ફાયરની ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.
અફરા તાફરીનો માહોલ સર્જાયો: આગ લાગતા ફાઇનાન્સ ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગના બનાવમાં ઓફિસ પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગના પગલે સર્વર રૂમમાં રહેલ ફર્નિચર, લેપટોપ, કમ્પ્યુટર, ફાઈલો સાથેના ડેટા બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો મળી છે. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા આ બાબતે ફાયર સેફટીના સાધનો અને એન ઓ સી હતી કે કેમ અને આગ લાગવાનું ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Vadodara Corporation Food: રોગચાળાને આમંત્રણ આપતી કેરીઓની હાટડીઓ પર
ફાયરની 4 ગાડીઓ આવી: આ ઘટના અંગે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ફાયર વિભાગમાં કોલ મળતાની સાથે જ ફાયની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગ ઉપરના માળે હોવાથી જવાનોએ સીડીનો આશરો લીધો હતો. સાથે આગના કારણે ધુમાડો વધુ હોવાથી ઓક્સિજન માસ્ક દ્વારા ફાયર ફાઈટીંગ કરવામાં આવ્યું હતું. આગની સ્થિતી જોતા જીઆઇડીસી ફાયર, વળીવાડી ફાયર, દાંડિયયા બજાર ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે આ ઘટનામાં સર્વર રૂમના ડેટા અને ફર્નિચર સિવાય કોઈ જાનહાની થઈ નથી. આ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ માનવામાં આવી રહ્યું છે.