ETV Bharat / state

વડોદરમાં માદા અને નર હિપ્પો વચ્ચે જોરદાર લડાઈ, નર હિપ્પોનું મોત

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા અને નર હિપ્પોની લડાઈમાં હિપ્પો નરનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

ફોટો
author img

By

Published : Apr 5, 2019, 12:17 PM IST

વડોદરામાં પ્રાણી સંગ્રહાલયમાં જાન્યુઆરી મહિનામાં માદા હિપ્પો (ડિમ્પી)એ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચાના જન્મ બાદ તેની સુરક્ષ માટે નર હિપ્પોને પાંજરામાંથી અલગ કરી દેવાયો છે. જો કે, માદા હિપ્પોએ નર હિપ્પોના પાંજરામાં બેરીકેડ તોડી આક્રમક બની અંદર ઘૂસી ગઈ અને બંને વચ્ચે જોરદાર લડાઈ થતા નર હિપ્પોના પાછળના બંને પગમાં ગંભીર ઈજા થતા પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ હતું.

વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં માદા અને નર હિપ્પોની લડાઇમાં ગંભીર ઘાયલ નરનું સારવાર દરમિયાન મોત..

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતેના ઝૂમાં માદા હિપ્પો પાંજરાનું બેરિકેડ તોડીને બાજુમાં નર હિપ્પોના પાંજરામાં ઘૂસી ગઇ હતી અને બંને વચ્ચે લડાઇ થતા નર હિપ્પો ગંભીર ઘાયલ થયો હતો. માદા અને નર હિપ્પાની લડાઈમાં ઘાયલ નરનું સારવાર દરમિયાન ગંભીર હાલતમાં મોત નીપજયું હતું..વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં ગત્ત જાન્યુઆરી મહિનામાં માદા હિપ્પો (ડિમ્પી) એ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચાના જન્મબાદ બચ્ચાની સુરક્ષા માટે નર હિપ્પો(ચુન્નું)ને  પાંજરામાંથી અલગ કરી દેવાયો હતો. જોકે માદા હિપ્પોએ નર હિપ્પોના પાંજરામાં  બેરીકેડ તોડી આક્રમક બની અંદર ઘૂસી ગઇ અને બંને વચ્ચે જોરદાર લડાઇ થઇ. જેમાં નર ગંભીર ઘાયલ થયો હતો. લડાઇમાં નર હિપ્પોને ગંભિર ઈજા પહોચવા પામી હતી..નર અને માદાની લડાઈમાં ગંભીર ઘાયલ નરના બંને પાછળના પગ કામ કરતા બંઘ થઈ જવા પામ્યો હતા જોકે સારવાર બાદ આખરે નર હિપ્પો ચુન્નું નુ મોત થયું હતું..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.