વડોદરા: ગત રાત્રે વડોદરાના વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચે મેટલ ફેન્સિંગ પોલ મૂકી ટ્રેનને ઉથલાવવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ સદનસીબે તે નિષ્ફળ ગયા હતા. જાણવા મળતી માહિતી મુજબ ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ ટ્રેન ને ઉથલાવવા મેટલ ફેન્સિંગ પોલ મુકી ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો સદનસીબે આ ઘટનામાં આબાદ બચાવ થયો છે.
ટ્રેન ઉથલાવવામાં નિષ્ફળ: ગત રાત્રે વડોદરા વરણામા પાસે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. ગત રાત્રે વરણામા-ઈટોલા સ્ટેશન વચ્ચે આ સમગ્ર ઘટના બની છે.આ કૃત્ય ના કારણે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ ટ્રેનના પાટા ઉપર મેટલ ફેન્સિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવા ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો આ ટ્રેન ઉથલાવાના કાયૅમાં આબાદ બચાવ થયો હતો અને અસંખ્ય લોકોના જીવ બચાવ્યા હતા.
"રવિવારે રાત્રે રેલવે ટ્રેક પર મેટલ ફેંસિંગ પોલ મળી આવતા ટ્રેન લોકો પાયલોટ દ્વારા ઈટોળા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્ટેશન માસ્ટર દ્વારા કંટ્રોલ રૂમ ને જાણ કરાઈ હતી. કંટ્રોલ રૂમ દ્વારા રેલવે તથા સુરક્ષા એજન્સીઓના સંબંધિત તમામ અધિકારીઓને જાણ કરી પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આ પરિસ્થિતિની ગંભીરતા સમજી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે."-- અજુન ભાઈ (પી.એસ.ઓ)
પોલીસ ફરિયાદ નોંધાવી: ગત રાત્રે ઓખા-શાલીમાર ટ્રેન સાથે મેટલ ફેન્સિંગ પોલ અથડાઇને પડ્યો હોવાની ઘટના બની હતી. પોલ ટ્રેક ઉપર હોવાથી અમદાવાદ-પુરી ટ્રેનને સિગ્નલ ન મળતા સિનિયર સેક્શન એન્જિનિયર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા હતા. જેથી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા ઓડિશાના બાલાસોર જિલ્લામાં તારીખ 2 જૂને થયેલા ત્રિપલ ટ્રેન અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 288 મુસાફરો માર્યા ગયા હતા અને 1,100થી વધુ ઘાયલ થયા હતા. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં ચોથો સૌથી ભયંકર અકસ્માત, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનનો સમાવેશ થાય છે, જે બહાનાગા બજાર સ્ટેશન નજીક સર્જાયો હતો.