ભારતીય આર્મીના અથાગ પ્રયત્નો, ધગશ, જુસ્સો, વીરતા અને દ્રઢ નિશ્ચયના પ્રતિકસમા ઓપરેશન કારગીલ વિજય ભારતીય ઇતિહાસના સુવર્ણ પાનામાં વિશેષ સ્થાન ધરાવે છે. ત્યારે ઓપરેશન વિજય-કારગિલ વિજય દિનને 20 વર્ષ થતાં ભારતીય આર્મીએ ભારતના આ ભવ્ય વિજયને યુદ્ધ સાધન સામગ્રી પ્રદર્શની યોજીને વિશેષ રીતે ઉજવણી કરી હતી.
વિદ્યાર્થીઓએ યુદ્ધ ઉપયોગી સાધન સામગ્રીનો પરિચય મેળવી કુતૂહલ, જિજ્ઞાસા સાથે પ્રશ્નો કર્યા હતા. બાળકોની ભારતીય આર્મીની સંરક્ષણ કામગીરી અને જુદી-જુદી યુદ્ધ સામગ્રીના ઉપયોગ વિશે જાણવાની ઉત્કંઠાને તે સમજી શકે તેવી સરળ ભાષામાં આર્મીના જવાનોએ જવાબ આપ્યો હતો.