વડોદરા : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થોડાક થોડાક અંતરે રાહદારીઓને પડતી મુશ્કેલીઓ માટે ઈમરજન્સી કોલિંગ બૂથ ઉભા કરાયા હતાં. જેમાં કોઈપણ રાહદારીને ઇમરજન્સી સમયે આ કોલિંગ બૂથ દ્વારા કોલ કરી માહિતી પહોંચાડી શકે છે. પરંતુ હાલના કેટલાય સમયથી આ કોલિંગ બૂથ માત્ર શોભાના ગાંઠિયા સમાન થઈ પડ્યા છે અને જેને કારણે આ હાઇવે ઉપર અવરજવર કરતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો ટોલનાકા પર ડમ્પર ચાલક અને ટોલ બુથના કર્મચારીઓ વચ્ચે મારામારી
મોટી સંખ્યામાં આ હાઇવે 48 ઉપરથી વાહનો પસાર થાય છે : નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી સવારથી સાંજ સુધી પુષ્કળ વાહનોની અવરજવર થતી હોય છે અને જેમાં કરજણ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાહનોની અવરજવર કરતા હોય છે અને આ રાહદારીને ઇમરજન્સી સમયે કોલિંગ બૂથો બંધ હાલતમાં જોવા મળે છે. જેથી તેઓને આ સગવડોનો લાભ મળતો નથી.
ટોલ ઉઘરાવાય છે પણ સુવિધા અપાતી નથી : આ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાહદારીઓ પાસેથી ટોલ ઉઘરાવવામાં પણ આવે છે. પરંતુ આ ટોલ ઉઘરાવી રાહદારીઓને સગવડો પૂરી પાડવા માટે ઉઘરાવવામાં આવે છે જેના લાભ આ રાહદારીઓને મળતા નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ હાઇવે ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને કાંઈક પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે હાઇવે નંબર 48 ઉપર થોડાક થોડાક અંતરે ઇમરજન્સી કોલ બૂથ ઊભા કરવામાં આવ્યા હતાં. પરંતુ આજે આ હેતુસર થતો સર થતો નથી અને માત્ર ઈમરજન્સી કોલિંગ બૂથ ધૂળ ખાતી હાલતમાં પડી રહ્યા છે જેનો લાભ રાહદારીઓને મળતો નથી.
આ પણ વાંચો ટોલ પ્લાઝા પર ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનના માર્ગની ચીમકી
ઈમરજન્સી કોલિંગ બુથ પુનઃ કાર્યરત કરવાની માંગ : નાગરિકો પાસેથી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટેક્સની ઉઘરાણી કરવામાં આવે છે. એ ટેક્સ રાહદારીઓની સગવડ માટે ઉઘરાવવામાં આવે છે પરંતુ અહીં સગવડની વાત જ કંઈ ઓર છે. સગવડમાં ઊભી કરાયેલી ઇમરજન્સી કોલિંગ બૂથ વ્યવસ્થા ખોવાઈ ગઈ છે અને રાહદારીઓ દ્વારા માગ ઉઠવા પામી છે કે આ કોલિંગ બૂથ પુનઃ કાર્યરત થાય અને અમારી સગવડો સચવાઈ રહે તે માટે આ કોલ કોલિંગ બૂથ તાત્કાલિક ધોરણે કાર્યરત કરે તેવી લોકોમાં ઉભી થવા પામી છે.