ETV Bharat / state

તંત્રની મિલકત બની પ્રધાર માધ્યમ, બ્રીજની દિવાલ ચિતરી મૂકી - Vadodara Airport Road

ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા માટે ઊતરી પડે છે. પણ ક્યારેક આવા રાજકીય પ્રચારમાં શહેરની શોભા ગણાતી મિકલતોને પણ જાણે રાજકીય રંગ લાગ્યો હોય એવું અનેક વખત જોવા મળ્યું છે. ક્યારેક દિવાલ પર તો ક્યારેક જાહેર ડિવાઈડર પર રાજકીય પક્ષના ચિહ્નો એવી રીતે જોવા મળે છે જાણે મિલકત પક્ષો માટે પ્રચાર માધ્યમ હોય આવું ચિત્ર જોવા મળ્યું વડોદરા શહેરમાં. Vadodara Aam Admi party, Vadodara Amit Bridge, Vadodara politics

તંત્રની મિલકત બની પ્રધાર માધ્યમ, બ્રીજની દિવાલ ચિતરી મૂકી

author img

By

Published : Sep 3, 2022, 9:21 PM IST

વડોદરાઃ તાજેતરમાં જ સંસ્કારી નગરી વડોદરામાં આવેલા (Vadodara Amit Bridge) તમામ બ્રીજનું રંગરોગાનનો કોર્પોરેશન (Vadodara Corporation Bridge) દ્વારા કરવામાં આવ્યું. જે ખરેખર એક સારો પ્રયાસ હતો. જેમાં શહેરના અમિતનગર અને ફતેગંજ બ્રીજ પર કલાત્મક કૃતિઓ અને (Vadodara Aam Admi party) સ્વતંત્રતા સેનાનીઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા. પરંતુ અમિતનગર બ્રીજથી માત્ર 100 મિટરની અંતરે જ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર દિવલો પર “એક મોકો કેજરીવાલને” સૂત્રોની ચિતરામણી કરી દેવામાં આવી હતી. એટલે તંત્રની દિવાલ રાજકીય પક્ષો માટે પ્રચાર માધ્યમ બની હોય એવું ચિત્ર સામે આવ્યું છે.

શોભા પર લાંછનઃ વડોદરા શહેરની શોભા અને સુંદરતાને બગાડવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તેવુ લાગી રહ્યું છે. ઠેર ઠેર આ પ્રકારની ચિતરામણી જોઇ અનેક શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહીં છે. જોકે હવે જોવાનુ રહ્યું કે, સરકારી મિલ્કતો પર ચિતરામણી કરનાર સામે પાલિકાના સત્તાધીશો દ્વારા શું પગલા લેવામાં આવશે. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલથી લઈ અમિતનગર બ્રીજ સુધીમાં આવેલી જાહેર રસ્તા પરના સરકારી દિવાલો પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર હેતુ સૂત્રો સાથેની ચિતરામણી કરવામાં આવી છે.

લોકોમાં રોષઃ આખા રસ્તાની દિવલો પર “એક મોકો કેજરીવાલને” લખેલું લખાણ જોવા મળી આવે છે. આ બાબતને કારણે બ્રિજની શોભા અને સુંદરતાને નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરીજનોનું માનવું છે કે જાહેર દિવલો પર રાજકીય પક્ષો અથવા અન્ય કોઈ દ્વારા આ રીતેના લખાણો અને ચિતરામણીના કારણે તેની શોભા ખરડાય છે. એકતરફ જ્યારે પાલિકા દ્વારા રંગરોગાન કરી તમામ બ્રિજોને આકર્ષિત બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ પ્રકારના પ્રચાર માટેના ચિત્રોથી જાહેર રસ્તા પરની સરકારી મિલ્કતો પરની દિવલોની સુંદરતા બગડી રહીં છે.

ચિત્રનગરીમાં રાજકીયરંગઃ ગત જૂન મહિનામાં વડોદરાની સંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે માટે વડોદરા કોર્પોરેશને અનોખો પ્રયાસ શરૂ કર્યો હતો. જે અંતર્ગત અનેક આર્ટિસ્ટો ભેગા મળીને અમિત નગર બ્રીજનું કલાત્મક રંગરોગાન કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આ પ્રકારે જાહેર દિવલો પર પ્રચાર હેતુ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. જેની સામે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે વડોદરા મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી લોકમાંગ ઉઠી છે. જેથી શહેરની જાહેર મિલકતોને નુકસાન થતું રોકી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.