ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કરજણના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા ગયેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને ગ્રામજનોએ ઉધડા લીધા - Gujarat Legislative Assembly

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે કરજણ તાલુકાના નવી જીથરડી ગામે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનો ગ્રામજનોએ પ્રચાર દરમિયાન ઉધડો લીધો હતો.

કરજણ પેટા ચૂંટણી
કરજણ પેટા ચૂંટણી
author img

By

Published : Oct 22, 2020, 8:10 PM IST

  • કરજણ પેટા ચૂંટણીમાં પક્ષ પલટો બન્યો મહત્વનો મુદ્દો
  • ગુજરાત વિધાનસભા બેઠકની પેટા ચૂટંણી માટે 3 નવેમ્બરે મતદાન
  • ચૂંટણી પ્રચાર પહોંચ્યો પરાકાષ્ઠાએ

કરજણ/વડોદરા: વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે કરજણ તાલુકાના નવી જીથરડી ગામે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનો ગ્રામજનોએ પ્રચાર દરમિયાન ઉધડો લીધો હતો. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ વાઇરલ વીડિયોની પુષ્ટિ ETV BHARAT કરતું નથી.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો ગ્રામજનોએ ઉધડો લીધો

કરજણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો આમને સામને આવી જતાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે મતદારો પણ બન્ને ઉમેદવારને પ્રશ્ન પૂછીને રોષ વ્યક્ત કરી રહ્યા છે.

કરજણ તાલુકાના નવી જીથરડી ગામે બે દિવસ અગાઉ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ મતદારોનો સંપર્ક કરવા ગયા હતા. ત્યારે મતદારોએ જણાવ્યું કે ચૂંટણીમાં જીત્યા પછી પાંચ વર્ષ તમે ક્યારેય પણ ગામની મુલાકાત લીધી નથી. એટલું જ નહીં અમારા પ્રશ્નોનો પણ ઉકેલ આવ્યો નથી. હવે ચૂંટણી આવી છે ત્યારે પક્ષપલટો કરીને તમે ફરી પાછા મત માગવા આવ્યા છો.

એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા આ ગામની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમને પણ ગ્રામજનોએ કહ્યું કે, તમે વર્ષોથી કોંગ્રેસના સક્રિય સભ્ય છો તેમ કહી રહ્યા છો. છતાં ક્યારેય પણ ગામની મુલાકાતે આવ્યા નથી. હવે ચૂંટણી આવી છે ત્યારે તમે મત માંગવા આવ્યા છો. તેમ કહીને ગ્રામજનોએ કોંગ્રેસના ઉમેદવારનો ઉધડો લીધો હતો.

મતદારોનો કોંગ્રેસના ઉમેદવાર પર કટાક્ષ

એક મતદારેતો કોંગ્રેસના ઉમેદવારને કટાક્ષમાં કહ્યું કે, તમે કોંગ્રેસમાંથી જીત્યા પછી પાછા ભાજપમાં જતા રહેશો તો મતદારોની સ્થિતિ શું થશે? આમ હવે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પક્ષપલટો મહત્વનો મુદ્દો બની ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.