ETV Bharat / state

વડોદરા પોલીસ વિભાગે કર્યું શસ્ત્રપૂજન, કમિશનરે કહી મોટી વાત - Vadodara police Commissioner

દશેરા નિમિતે સમગ્ર ગુજરાતના (Dussehra Shashtra Pooja Vadodara) મહાનગરમાં શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે પણ પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું. દરેક હથિયારને ચાંદલો કરીને પૂજા (Dussehra Shashtra Pooja rituals) કરવામાં આવી હતી. વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહ સાથે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ આ પૂજામાં જોડાયો હતો.

વડોદરા પોલીસ વિભાગે કર્યું શસ્ત્રપૂજન, કમિશનરે કહી મોટી વાત

author img

By

Published : Oct 5, 2022, 7:47 PM IST

વડોદરા: આસો માસના શુક્લ પક્ષની દશમની તિથિ (Dussehra Shashtra Pooja rituals) પર દશેરાનો પર્વ ઉજવાય છે. આ વર્ષે બે વર્ષની કોરોના મહામારી બાદ ફરી એકવાર ખુબજ ઉત્સાહ પૂર્વક દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાનો પર્વ અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવાય છે. આ દિવસે લંકાપતિ રાવણનો શ્રીરામએ વધ કર્યો હતો. દશેરા પર રાવણદહન કરવામાં આવે છે. વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહ સાથે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સાથે શસ્ત્ર પૂજન (Dussehra Shashtra Pooja Vadodara) યોજવામાં આવી હતી.

વડોદરા પોલીસ વિભાગે કર્યું શસ્ત્રપૂજન, કમિશનરે કહી મોટી વાત

માન્યતા આવી છેઃ આ ઉપરાંત આ દિવસની અન્ય એક માન્યતા પણ છે જે અનુસાર આ દિવસે માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. દશેરાના પર્વ પર રાવણદહન ઉપરાંત શસ્ત્રપૂજન પણ કરવામાં આવે છે. સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજાનો નિયમ છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પૂજા આજ સુધી ચાલે છે.

વિજયનું વરદાનઃ એવું માનવામાં આવે છે કે વિજયાદશમીના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષ ભર શત્રુઓ પર વિજયનું વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આજના પાવન પર્વે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહ એ જણાવ્યું હતું કે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે શસ્ત્રોનું અસરકારક ઉપયોગ કરી શહેરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકેએ. તમામ સાધનોના માધ્યમથી શહેરમાં શાંતિ બને તેવી પ્રભુને પ્રાર્થના કરી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.