વડોદરાઃ આર્ટિસ્ટ કિશન શાહને પ્રતિકૃતિ બનાવવામાં 13 કલાક જેટલો સમય લાગ્યો હતો. અને તે બનાવવામાં હેલ્મેટ, કાગળ, ટિસ્યુપેપર, ફેવિકોલ અને એક્રેલિક કલર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકારે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવાનાં ઘણા સારા પ્રયત્ન કર્યા છે અને તેના ભાગરૂપે 55 દિવસ લોકડાઉન પણ કરવામાં આવ્યું હતું. અને આવશ્યક ચીજવસ્તુઓ પણ મળી રહે તેવા પણ પ્રયત્ન કર્યા હતા.
જ્યારે હવે લોકડાઉનને લઇને આવશ્યક ચીજવસ્તુઓ સહેલાઈથી મળી રહે તે આશયથી નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘણી છૂટછાટ આપી છે. ત્યારે આપણે સૌએ સાવચેતી રાખવી પડશે અને જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરની બાર નીકળવુ નહી, માસ્ક પહેરીને જ બહાર નીકળીએ, બે ગજ ની દુરી રાખીએ, આપણી આજુ બાજુમાં કોઈને બીમારીનાં લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને તરત જાણ કરીએ, જે લોકો 14 દિવસ હોમ કોરોન્ટાઇન છે. તેઓ ઘરમાં જ રહે ખાસ કાળજી રાખે. આપણે સૌ સાથે મળી આ મહામારી સામે લડીએ. આ સંદેશો આપવા માટે આર્ટિસ્ટે કોરોના વાઇરસની પ્રતિકૃતિ જેવું હેલ્મેટ બનાવવામાં આવ્યું છે.