ETV Bharat / state

Vadodara Crime: વિધવા સાથે રહેતા યુવકની રહસ્યમય સંજોગોમાં હત્યા, ઓળખ થાય તે પહેલા પોલીસે કર્યા અગ્નિસંસ્કાર - Vadodara Crime News

વડોદરામાં એક વિધવા સાથે સંબંધ રાખી તેની સાથે રહેતા યુવકની હત્યા (Love affair Young Man murdered in Vaghodia) કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, મૃતકની ઓળખ થાય તે પહેલાં જ તેના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા (Vadodara Crime ) હતા.

Vadodara Crime: વિધવા સાથે યુવકની રહસ્યમય સંજોગોમાં હત્યા, ઓળખ થાય તે પહેલા પોલીસે કરી નાખ્યા અગ્નિસંસ્કાર

author img

By

Published : Feb 3, 2023, 5:09 PM IST

Updated : Feb 3, 2023, 7:34 PM IST

વડોદરાઃ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે હવે વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. અહીં વાઘોડિયા ખાતે એક વિધવા સાથે સંબંધ હોવાથી તેની સાથે એક યુવક રહેતો હતો. આ જ યુવકની હત્યા કરાયેલો મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો. જોકે, આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાની આશંકા છે.

આ પણ વાંચો Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી

ઓળખ પહેલા અગ્નિસંસ્કારઃ વાઘોડિયા તાલુકાના મઢેલી ગામની નવીનગરીમાં રહેતા યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા 11 દિવસ પહેલા માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. તેમ જ તેનો મૃતદેહ તળાવમાં નાખી દીધો હતો. પોલીસ તંત્રએ તેના વારસદારોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ મૃતકના કોઈ વારસદાર ન મળતા પોલીસે તેની ઓળખાણ થાય તે પહેલાં જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

હત્યાનું રહસ્ય અકબંધઃ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના પરિવારજનો ન મળતા પોલીસે સરકારી રહે જ તેનો નિકાલ કરી દીધો હતો. આ યુવાનની હત્યાનું રહસ્ય હાલ અકબંધ છે, પરંતુ ગુનો કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવે તો જ રહસ્ય બહાર આવે એ પહેલા જ તેની અંતિમવિધિ સરકારે પૂર્ણ કરી દેવામાં આવી હતી.

પ્રેમ હોવાથી પત્ની તરીકે રાખતો હતોઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વતની રમેશ ઉર્ફે ડિસ્કો કાલુભાઈ રાઠોડિયા (ઉં.વ. 35) છેલ્લા કેટલાક વર્ષોથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામમાં નવીનગરી સીમમાં વિધવા સ્ત્રી સાથે રહેતા હતા. તેમ જ છૂટક કડિયા કામની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ વિધવા સ્ત્રીને 2 સંતાન પણ હતા. રમેશભાઈ ઉર્ફે ડિસ્કો રાઠોડિયા આ સ્ત્રીને પોતાની પત્ની તરીકે રાખતા હતા.

મૃતકના સંબંધીએ જોયો ફોટોઃ જોકે, 15 દિવસ પૂર્વે જ રમેશભાઈ ડિસ્કો રાઠોડિયા પોતાની પ્રેમિકાને લેવા માટે ગયા હતા, પરંતુ તેઓ પરત ન આવતા મઢેલી ગામે તે રોકાઈ ગયો છે તેવું અનુમાન કર્યું હતું, પરંતુ મઢેલી ગામમાં રહેતા ટીનાભાઈ મુસલમાન નામના વ્યક્તિએ ફતેસિંહને એક કલર ફોટો બતાવ્યો. તેને જોતા ફતેસિંહને ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કોનો મૃતદેહ હોવાની શંકા ગઈ હતી. તેમણે આ બાબતે તપાસ કરતાં માહિતી મળી કે, 11 દિવસ પૂર્વે કાશીપુરા ગામના તળાવના કિનારેથી આ મૃતદેહ મળી આવ્યો હતો અને તેને વાઘોડિયા પોલીસ સ્ટેશને તેના ઉપર કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીઃ ફતેસિંહે પોતાનો ભત્રીજો ઉર્ફે ડિસ્કો કાશીપુરાની વિધવા 2 સંતાનની માતા સાથે પ્રેમમાં હતો અને તે ભત્રીજો પંદર દિવસ પહેલા જ તેની પ્રેમિકાને લેવા માટે ગયો હતો, પરંતુ તે પરત ન આવતા તેને જાણ થઈ હતી કે, તેના ભત્રીજાનો મૃતદેહ કોઈ તળાવમાં નાખી દેવામાં આવ્યો છે, જેથી તેને આ અંગે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરી આ હત્યારાની શોધખોળ માટે આ ચક્રો ગતિમાન કરી દીધા હતા.

Last Updated : Feb 3, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.